Mahesana | મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા આજે ગણપત યુનિવર્સિટી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ વિધાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
ભારત સરકારના વિચારાધિન પ્રસ્તાવ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ વિષયે જાગૃતિ અને સમજ પ્રસરાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. અનિલભાઈ પટેલ (ભૂતપૂર્વ ચેરમેન, BOCW, ગુજરાત સરકાર) ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના સંયોજક મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલે આ અંગે કહ્યું કે એક દેશ એક ચૂંટણી એ ભારત સરકારનું વિચારાધીન એક આગવું પગલું છે.ચૂંટણીને કારણે વર્તમાન સમયમાં અનેક માનવ કલાકો બગડે છે.કરોડો રૂપિયાનો ચૂંટણી પાછળ ખર્ચ પડે છે.આચાર સંહિતા લાગુ હોય ત્યારે વિકાસ કાર્ય અટકી જાય છે.આ તમામ બાબતોનું એક જ સોલ્યુશન છે એક દેશ એક ચૂંટણી.સમગ્ર દેશમાં એક જ વખત ચૂંટણી યોજવામાં આવે તો અનેક માનવ કલાકોની સાથે સાથે કરોડો રૂપિયાની બચત થઈ શકે છે.આ નાણાં શિક્ષણ,આરોગ્ય જેવી સુવિધા પાછળ ખર્ચ કરવામાં આવે તો અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે છે.આ કારણે વડાપ્રધાનની મુહિમના ભાગરૂપે વિશેષ સંવાદ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ગણપત યુનિવર્સિટીના ચેરમેન ગણપતભાઈ પટેલ અને યુનિવર્સિટીના કુલપતિ ડો.મહેન્દ્ર શર્માની ની અનુપસ્થિતિમાં શુભેછા સંદેશ દ્વારા શુભકામનાઓ પ્રાપ્ત થઈ હતી.
આ સમયે મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, ટ્રસ્ટી સોમભાઈ રાયકા, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ મકવાણા, ડિસ્ટ્રિક્ટ બેન્ક ના ચેરમેન વિનોદભાઈ પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રી મહેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, પૂર્વ ચેરમેન રમેશભાઈ સોલંકી, યુનિવર્સિટીના ઉપ કુલપતિ રાકેશભાઈ શર્મા, એક્ઝિક્યુટિવ રજીસ્ટર ગિરીશભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સંજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન મિહિર પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રજની પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિરણસિંહ રાણા સહિત અન્ય અગ્રણીઓ તથા પૂર્વ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
