April 19, 2025 5:27 pm

મોકડ્રિલ:સાંતલપુર સ્થિત HPCL ના પ્લાન્ટમાં બૉમ્બ મુકાયો હોવાની માહિતીથી દોડધામ મચી

બૉમ્બ ડિસ્પોઝલ ટિમ,એસઓજી અને સ્થાનિક પોલીસ કવાયત હાથ ધરી

: પાટણના સાંતલપુર ખાતે આવેલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના પ્લાન્ટમાં બૉમ્બ ડિસ્પોઝલ

મુકાયો હોવાની બાતમીના આધાર પરની મોકડ્રિલ યોજવામાં આવી હતી જેમાં કર્મચારીઓને બૉમ્બ મુકાયો હોવાની ઘટના પર સાવચેતી રૂપે કઈ રીતે કામગીરી કરી શકાય તે માટેની માહિતી પૂરી પાડવામાં આવી હતી.

સાંતલપુર સ્થિત હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના પ્લાન્ટમાં બૉમ્બ મુકાયો હોવાની ધમકી મળી હોવાના આધાર પર મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બૉમ્બ ડિસ્પોઝલ ટીમ પાટણ તેમના વિવિધ સાધનો સાથે સાંતલપુર પ્લાન્ટમાં પહોંચી હતી બૉમ્બ સ્કોડની ટિમ સાથે એસોજીની ટિમ તેમજ સ્થાનિક પોલીસ ઓન જોડાઈ હતી જેમાં.પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓને સુરક્ષિત ખસેડવમાં આવ્યા હતા જેમાં બોંમ્બ સ્કોડની ટિમ દ્વારા બૉમ્બ શોધ્યો હોવાનું અને બૉમ્બને સુરક્ષિત રીતે અન્ય સ્થળે ખસેડી ડિસ્પોઝ કરવામાં આવ્યો હતો.જેનું સંપૂર્ણ રિહર્સલ યોજાયું હતું.તેમજ પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓને બૉમ્બ ડિસ્પોઝલ કરવાના વિવિધ સાધનો માહિતી પણ આપવામાં આવી હતી તેમજ કોઈ આવી ઘટના સર્જાય તો તે માટે સાવચેતી માટેની માહિતી પણ આપવામાં આવી હતી.મોકડ્રિલમાં પ્લાન્ટ મેનેજર સુપર્વત ધુઆ,આરઓયું ઓફિસર નીતિન અગ્રવાલ,અરવિંદ મીના સહિત કંપનીના કર્મચારીઓ જોડાયા હતા અને મોકડ્રિલ યોજાઈ હતી.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें