રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન અંતર્ગત હારીજ તાલુકામાં બ્લોક લેવલ મોનીટરીંગ કમિટી ની રચના કરવા આવી હતી. બ્લોક લેવલ મોનીટરીંગ કમિટી દ્વારા તાલુકાના ત્રણ ગામ પૈકી એક ક્લસ્ટર બનાવી એક ક્લસ્ટર દીઠ એક કૃષિ સખી અને એક કૃષિ સખા ની ફાળવણી કરી તેમને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તાલીમ આપી ને ત્રણ ગ્રામ પંચાયત નાં ગામો માં ૧૨૫ ખેડૂતો ને તાલીમ આપવામાં આવશે અને ૫૦ હેકટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરાવવા માટે માર્ગદર્શન આપવામાં આવશે અને તાલુકા મથકોમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ કેન્દ્રો શરૂ કરવા અને આ વેચાણ કેન્દ્ર પર પ્રમાણિત પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો જ વેચાય તેની ચોકસાઈ રાખવા વિચાર-વિમર્શ કરવામાં આવશે.
પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ગુજરાતમાં ત્રણ ગ્રામ પંચાયતોના એક ક્લસ્ટર લેખે ૧૫ ક્લસ્ટર્સની રચના કરી ને ત્રણ ગામ દીઠ બે વ્યક્તિઓને જે પૈકી એક કૃષિ સખી અને કૃષિ સખા ને તાલીમ આપવામાં આવશે. ત્યારબાદ ભૌતિક અને નાણાંકીય જોગવાઈ મુજબ હારીજ તાલુકાનો બ્લોક એક્શન પ્લાનની મંજૂરી આપવામાં આવી. આ સમગ્ર બેઠક નું આયોજન બ્લોક ટેકનોલોજી મેનેજર હારીજ સોહિતકુમાર દ્વારા કરવામાં આવેલ હતું. સંચાલન સભ્ય સચિવ વિસ્તરણ અધિકારી ખેતી સોલંકી જીતેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.
બેઠક માં ઉપસ્થિત અધિકારી અને પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત એ એજન્ડા મુજબ ચર્ચા કરી ને બ્લોક એક્શન પ્લાન અને કૃષિ સખીની યાદીને બહાલી આપવામાં આવી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
