પાણી છોડવામાં નહિ આવે તો ગાંધી ચિીંધ્યા માર્ગે આંદોલન કરાશેઃ પૂર્વ ઉપપ્રમુખ
સાંતલપુર તાલુકામાં ઉનાળાની શરૂઆત થતા જ પીવાના પાણીની પોકાર પડી છે.કચ્છ બ્રાન્ચ કેનાલમાં પાણી છોડાવા માટે 6 જેટલા ગામોની માંગ ઉઠી છે. 24 કલાકમાં પાણી છોડવાની માંગ સાથે સાંતલપુર તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખે ચીમકી ઉચ્ચારી છે.
સાંતલપુર તાલુકાના અનેક ગામોમાં ઉનાળામાં પાણીની
તંગી સર્જાઈ છે. જજામ, વરણોસરી, કિલાણા, જામવાડા, ફાંગલી અને વાવડી સહિતના ગામો વર્ષોથી કચ્છ બ્રાન્ચ કેનાલના પાણી પર આધાર રાખે છે. હાલ કેનાલમાં પાણી બંધ કરાતા લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. ત્યારે સાંતલપુર તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અણદુભા જાડેજાએ નર્મદા ખાતાના નાયબ કાર્યપાલક ઈજનેરને સોશિયલ મીડિયા દ્વારા
રજૂઆત કરી છે.
તેમણે જણાવ્યું કે 24 કલાકની અંદર કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો સમગ્ર વિસ્તારના લોકો સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતના તમામ વિસ્તારોમાં કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે.ત્યારે કચ્છ બ્રાન્ચ કેનાલમાં પણ તાત્કાલિક પાણી છોડવામાં આવે તેવી માંગ સાથે ચીમકી ઉચ્ચારી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
