બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, જીવદયા પ્રેમીઓ અને જિલ્લા પોલીસ દ્વારા કતલખાને જતા પશુઓને આશ્રય,ખોરાક અને સારવાર અપાય છે
બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા કતલખાને લઇ જવાતા પશુઓને બચાવી શ્રી રાજપુર પાંજરાપોળ, ડીસા ખાતે મોકલવામાં આવતા હોય છે. આ પશુઓના નિભાવ ખર્ચ પેટે ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.
બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના અધ્યક્ષ-વ-જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ અને ઉપપ્રમુખ -વ-પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાના હસ્તે વર્ષ ૨૦૨૪-૨૫ માટે શ્રી રાજપુર પાંજરાપોળ, ડીસાને પશુઓના નિભાવ માટે કુલ ૪૮,૭૨,૧૫૦/- રૂ.નો ચેક સંસ્થાના ટ્રસ્ટીશ્રી ભરતભાઈ વારિયા અને જગદીશભાઈ સોલંકીને અર્પણ કરાયો હતો.
બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કતલખાને જતા પશુઓને જીવદયા પ્રેમીઓ અને બનાસકાંઠા પોલીસ વિભાગના સહયોગથી પકડીને શ્રી રાજપુર પાંજરાપોળ,ડીસા ખાતે મોકલવામાં આવેલ હતા તે પશુઓના નિભાવ હેતુ આ ગ્રાન્ટની ફાળવણી કરાઈ હતી. આ પાંજરાપોળ ખાતે લઇ જવાતા પશુઓને આશ્રય, ખોરાક, અને સારવાર આપી એક ઉતમ જીવ દયાનું કામ કર્યું છે. આ સાથે આ સોસાયટી દ્વારા જીવદયા અને પ્રાણી કલ્યાણના જુદા જુદા કાર્યક્રમો અધ્યક્ષશ્રી-વ-કલેકટર બનાસકાંઠા શ્રી મિહિર પટેલ, ડૉ.એમ.એ.ગામી (નાયબ પશુપાલન નિયામક, જિલ્લાપંચાયત, બનાસકાંઠા), ડૉ.આનદ આર.મનવર (પશુ ચિકિત્સા અધિકારી SPCA) અને બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની ટીમ દ્વારા કરવામાં આવે છે.
રિપોર્ટર રાવળ અસ્મિતા બી.(બી.કે).
