જાણવા મળતી માહિતી મુજબ જાફરાબાદ તાલુકાના જાફરાબાદ ટીંબી રોડ પર થી આવતા ઓવર લોડેડ ટ્રેક્ટરો ઝડપાયા હતાં જાફરાબાદ તાલુકામાં બે ફામ ચાલી રહેલા ઓવર લોડેડ વાહનો ને નાથવા માટે મામલતદાર સાહેબ એ કમર કસી છે.
અહીં મામલતદાર શ્રી લકુમ સાહેબ નાં માર્ગદર્શન હેઠળ નાયાબ મામલતદાર અને સર્કલ શ્રી વાઘ સાહેબ, નાયબ મામલતદાર શ્રી રાહુલભાઈ ગોહિલ સાહેબ, રેવન્યુ તલાટી શૈલેષભાઈ મેણીયા, રેવન્યુ તલાટી પી.કે.માયડા તથા મામલતદાર સ્ટાફ સમગ્ર ટીમે રોડ પર ચાલતા હેવી વાહનો નું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં 11 ટ્રેક્ટરો ઓવર લોડેડ ઝડપાયા હતાં.આ ઝડપાયેલા વાહનો ઓવર લોડેડ વાહનો માં રોયલ્ટી છે કે કેમ તે તપાસ નો વિષય રહ્યો. આમ બે ફામ ચાલી રહેલા ઓવર લોડેડ વાહનો ને જાફરાબાદ મામલતદાર ટીમ દ્વારા જપ્ત કરી એક સરાહનીય કામગીરી કરી હતી.
મામલતદાર અને તેમની ટીમ દ્વારા માન્ય નાયબ કલેકટર સાહેબ શ્રી રાજુલા નાં માર્ગદર્શન હેઠળ ટીંબી નેશનલ હાઇવે ખાતે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે
રિપોર્ટર -જે.પી.પરમાર. જાફરાબાદ
