તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ત્યાં ગયેલા પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછી પૂછીને ગોળીઓ મારવામાં આવી આ નિર્મમ હત્યાને બજરંગ દળ ભચાઉ શહેર દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન અને આતંકવાદીના પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો
વિશ્વ હિન્દુ પરિષદ વાગડના જિલ્લા અધ્યક્ષ અવિનાશભાઈ જોશી એ જણાવ્યું હતું કે વર્તમાન સરકાર જમ્મુ કશ્મીરને પર્યટન ક્ષેત્રે ઉચ્ચ શિખરે લઈ જવાના પ્રયત્નો કરી રહી છે ત્યારે પ્રવાસીઓને જ તેમનો ધર્મ પૂછીને હત્યા કરવાની અત્યંત ધ્રૂણાસ્પદ ઘટનાને અમો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ આ બાબતે સરકાર આ કૃત્ય આચરનાર નરાધમોને તાત્કાલિક ધોરણે પકડી પાડે અને ફાંસીની સજા આપે તેવી માગણી કરીએ કરીએ છીએ આજના આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ,બજરંગદળ,ભારતીય જનતા પાર્ટી,ગાયત્રી પરિવાર અને વિવિધ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આયોજન મહેશભાઈ સોની અને રમેશભાઈ જોશી અલ્પેશ પ્રજાપતિ અને બજરંગદળ નાં કાર્યકરોએ સંભાળ્યું હતુ
અહેવાલ ધનજી ચાવડા ભચાઉ કચ્છ
