વારાહી વન ફોરેસ્ટ અધિકારી અને અબોલ જીવ સેવા ટ્રસ્ટની ટીમ મંકીને શોધવા કામે લાગી હતી..
પાટણ જિલ્લાના વારાહીમા એક મંકી અચાનક આવી જતા વારાહી ગામના કેટલાક લોકોમાં ભાગદોડ મચી હતી ત્યારે આ સંદર્ભે વારાહી ગ્રામજનો દ્રારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી જયારે આ વન ફોરેસ્ટના અધિકારીએ તાતકાલિક અશરથી પાટણ અબોલ જીવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ એમ રાવળ ને ટેલિફોનીક જાણ કરી હતી ત્યારે આ બનાવ ને પગલે પાટણના અબોલ જીવ સેવા ટ્રસ્ટના પ્રમુખ સહિત તેમની ટીમ તાત્કાલિક અશરથી વારાહીના બનાવનાર સ્થળે પહોંચી જઈને મંકીને વારાહીના ગામ સહિત સોસાયટીઓ અને મહોલ્લામ અને કોઈ વારાહી બજારમાં શોધખોળ હાથ ધરી હતી.પરંતુ આ મંકીનો અતોપત્તો ક્યાય લાગ્યો ના હતો જયારે આ દરમ્યાન વારાહીના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.અને અંતે સવારથી સાંજ સુધી મંકીની ભારે શોધખોળ બાદ ના મળતા વારાહી વન ફોરેસ્ટ અધિકારી તેમજ અબોલ જીવ સેવા ટ્રસ્ટની ટીમ પછી ફરી હતી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
