બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવેના માર્ગદર્શન હેઠળ જિલ્લા આઈ.સી.ડી.એસ પ્રોગ્રામ ઓફિસરશ્રી ઉષાબેન ગજ્જરના નેતૃત્વમાં ચાલુ વર્ષે જિલ્લામાં 7માં પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ હતી. જીવનના પ્રથમ 1000 દિવસો પર ધ્યાન કેન્દ્રિત કરવું, પોષણ ટ્રેકરમા લાભાર્થી મોડ્યુલનો પ્રચાર-પ્રસાર, C-MAM મોડ્યૂલ દ્વારા કુપોષણનું વ્યવસ્થાપન, બાળકોમાં સ્થુળતાને દુર કરવા માટે સ્વસ્થ જીવનશૈલી થીમ પર ધ્યાન કેન્દ્રિત કરીને જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે સગર્ભા-ધાત્રી માતાઓ- બાળકો તેમજ ગ્રામ્ય લોકોને પોષણ અંગે જાગૃતિ માટે પ્રયાસો હાથ ધરાયા હતા.
પોષણ અભિયાન અંતર્ગત વાસણ, ભટામલ મોટી, સુરજપુરા, આત્રોલી, મોરીયા, પારપડા, પખાણવા સહિત વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ હતી. આ ઉજવણીમાં કિશોરીઓ દ્વારા વાનગી નિદર્શન તેમજ લાભાર્થીઓએ પોષણ શપથ લીધા હતા. ચોથા મંગળવારના પૂર્ણા દિવસ ઉજવણીની થીમ-પોષણ થાળીમાં કઠોળ, શાકભાજી, ફળો તેમજ કિશોરીઓને પૂર્ણા શક્તિ પેકેટ, વિવિધ રેસીપી વાનગીઓથી થતા લાભો વિશે માર્ગદર્શિત કરાયા હતા. કિશોરીઓ દ્વારા રંગોળી ડેકોરેશન તૈયાર કરીને કિશોરીઓનું વજન, ઊંચાઈ, BMI કરવું, હિમોગ્લોબીનની તપાસ તથા લાઇવ રસોઈ દ્વારા વાનગીઓ વિશે સમજ અપાઈ હતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2018 થી પોષણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. પોષણ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષે માર્ચ-એપ્રિલ માસમાં જનજાગૃતિ માટે “પોષણ પખવાડીયા”ની ઉજવણી કરાય છે.
રિપોર્ટર રાવળ અસ્મિતા બી.(બી.કે).
