ભાભર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ પંચાયતોમાં જાણે કે કોઈ જ દેખરેખ ના હોય તેમ ગ્રામ પંચાયતો માં તલાટીઓ રેગ્યુલર ના આવતા ની ફરીયાદો ઉઠી રહી છે તેમજ અરજદારો ને આવક ના દાખલા જાતિના દાખલા તેમજ અન્ય કોઈ કામ હોય તો તલાટીના સહી સિક્કા કરાવવામાં માટે અન્ય ગ્રામ પંચાયતો માં તેમજ ભાભર માં સહી સિક્કા કરાવવા માટે આવું પડે છે ત્યારે ભાભર તાલુકાના કપરુપુર. મોતીસર. ચચાસણા. બુરેઠા. ચાર ગામ વચ્ચે એક જ તલાટી હોઈ અઠવાડીયામાં એક જ દિવસ તલાટી દ્વારા ફાળવવામાં આવે છે જ્યારે અમારા રીપોર્ટરે ચચાસણા ગામની મુલાકાત લેતા ચચાસણા ગામના લોકો એ એવું જણાવ્યું હતું કે તલાટી અઠવાડીયામાં એક દિવસ આવે છે અને થોડો સમય રહે છે તેવું સ્થાનિક ગામ લોકો એ જણાવ્યું હતું જો અઠવાડીયામાં એક દિવસ તલાટી આવતા હોય તો અન્ય દિવસે તલાટી નું કામ હોય તો તલાટીને અન્ય ગ્રામ પંચાયત અથવા ભાભર જઈ ને અરજદારને સહી સિક્કા કરવા પડે છે આ બાબતે કપરૂપુર તલાટી નાથુ ભાઈ ને પુછતા જણાવ્યું હતું કે હું કપરૂપુર અને મોતીસરી માં તલાટી છું અને ચચાસણા તેમજ બુરેઠા મને ચાર્જમાં આપ્યું છે જેથી કરીને હું દરેક ગ્રામ પંચાયતો માં અઠવાડીયા માં એક વાર જવું છું જેમાં કપરૂપુર. મંગળવાર.
ચચાસણા સોમવાર. મોતીસરી. શુક્રવાર.
બુરેઠા. બુધવાર તેમજ ગુરુવાર ના દિવસે ભાભર તાલુકા પંચાયત માં મીટીંગ હોય છે તેવું જણાવ્યું હતું અત્રે ઉલ્લેખની એ છે કે અઠવાડીયામાં એક દિવસ જો તલાટી આવતા હોય તો ગામના લોકોને સહી-સિકાનું કોઈપણ તલાટી નું કામકાજ હોય તો એક જ દિવસ તલાટી મળે છે બાકીના દિવસોમાં તલાટીના માટે અન્ય ગ્રામ પંચાયત અથવા ભાભર જવું પડે છે જેથી લોકોને ભારે હાલાકી ભોગવવી રહા છે..
અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા
