તા-24-04-25 ના રોજ પટેલ ગંગારામભાઈ મોહનલાલ કામળી વાળા નું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ ચક્ષુદાન અને દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો.
સ્વર્ગસ્થના ચક્ષુ જ્યોતિ હોસ્પિટલ વિસનગર ખાતે અર્પણ કરવામાં આવ્યા તથા તેમના દેહને કડી ખાતે આવેલ શ્રી ભાગ્યોદય મેડિકલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યો, આ પ્રસંગે સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેજપાલ ભાઈ પટવા, તુષારભાઈ પટેલ ,રમણભાઈ સથવારા તથા શૈલેષભાઈ નિગળે ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
