April 26, 2025 6:01 pm

Patan | જમ્મુ કાશ્મીરના પહેલગામ માં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર મૃતકોને હારીજ એસટી ડેપો સ્ટાફ દ્વારા મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

પાટણ. એઆર. એબીએનએસ : જમ્મુ કાશ્મીરના પહેલગામ માં આતંકવાદીઓ દ્વારા ગત મંગળવારના રોજ નિર્દોષ પ્રવાસીઓની ઉપર અંધાધુંધ ફાયરિંગ કરીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે.ત્યારે ઠેર ઠેર દેશ વાસીઓ આ ઘટના નો વિરોધ પણ કરી રહ્યા છે. ત્યારે આજ રોજ પાટણ જીલ્લાના હારીજ એસટી ડેપો સ્ટાફ દ્વારા બે મિનિટનું મૌન પાડીને ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

જમ્મુ કાશ્મીરને ભારતના સ્વીઝરલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા દેશ વિદેશ થી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. પરંતુ ગત મંગળવારના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા અંધાધુંધ ગોળીબાર કરી ને 28 જેટલા પ્રવાસીઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જેને લઈ સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં બજાર બંધ રાખીને વિરોધ નોંધાવી રહ્યા છે. અને સરકાર દ્વારા આતંકવાદીઓ સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આજ રોજ પાટણ જિલ્લાના હારીજ એસટી ડેપો ખાતે ડેપો કર્મચારીઓ, ડ્રાંઇવર, અને તમામ સ્ટાફ દ્વારા બે મિનિટનું મૌન રાખીને પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં જે નિર્દોષ 28 જેટલા પ્રવાસીઓની નિર્મમ હત્યા કરવામાં આવી છે તે મૃતકો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અને આ ઘટનાને સખત શબ્દો માં વખોડી કાઢી આતંકવાદીઓ વિરૂદ્ધ સખત માં સખત કાર્યવાહી કરવામા આવે તેવી માંગ કરવામાં આવી હતી.

હારીજ એસ ટી ડેપો ખાતે આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ જેમાં હારીજ એસટી ડેપો ખાતે ડેપો મેનેજર તથા તમામ સ્ટાફગણ ભેગા મળી શાંતિમય મૌન પાળી મૃતકોના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. જેમાં ડેપો મેનેજર જાગૃતિ બેન, ટી સી જયેશ બારોટ, bms પ્રતિનિધિ ઉપેન્દ્ર દવે, રામકૃષ્ણ વ્યાસ, બિપીન ઠાકર ચંદ્રકાંત દરજી,સહિત તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan| હારીજ તાલુકા પંચાયત ખાતે જમ્મુકાશમીર ના પહેલગાવમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર મૃતકોને તાલુકા સદસ્યો,પૂર્વ કેબિનેટ મઁત્રી સાહિતના દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan| હારીજ તાલુકા પંચાયત ખાતે જમ્મુકાશમીર ના પહેલગાવમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર મૃતકોને તાલુકા સદસ્યો,પૂર્વ કેબિનેટ મઁત્રી સાહિતના દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી