કેટલાક ગાયનેક તબીબોને ત્યાં ગર્ભ પરીક્ષણ મામલે શંકા પડતા નોટિસ આપવામા આવી હતી કાયૅવાહી કરવામાં આવશે
ગર્ભ પરીક્ષણ કરવું ગંભીર પ્રકારનો ગુનો હોય જેને ધ્યાનમાં રાખીને ગુરુવારે ગાંધીનગર સ્ટેટ પીસી એન્ડ પીએનડીટી ટીમ અને પાટણ તાલુકા હેલ્થ વિભાગ અધિકારી તેમજ કર્મચારી ની ટીમ દ્વારા પાટણ શહેરની જુદી જુદી ગાયનેક હોસ્પિટલોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.
ગાંધીનગર પીસી એન્ડ પીએનડીટી ટીમ સાથે પાટણ તાલુકા હેલ્થ વિભાગના અધિકારી તેમજ કર્મચારીઓ શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી ગાયનેક તબીબોની હોસ્પિટલોમાં આકસ્મિક મુલાકાત લઈ ગર્ભ પરીક્ષણ ના મશીનની સાથે હોસ્પિટલના જરૂરી ડોક્યુમેન્ટ ફાઈલો અને રજીસ્ટ્રેશન બુકની તપાસ કરી હતી.
આ તપાસ દરમિયાન પાટણ શહેરની કેટલાક ગાયનેક તબીબોની હોસ્પિટલો પર ક્ષતિઓ જણાતા તેવા તબીબોને સુચના સાથે જરૂરી નોટિસની બજવણી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
તપાસ ટીમ દ્વારા ગાયનેક તબીબોને ગર્ભ પરીક્ષણ કાયદાકીય ગુનો હોય તે અંગે જરૂરી માગૅદશૅન પુરૂ પાડવામાં આવ્યું હતું.
પાટણ શહેરના વિવિધ ગાયનેક તબીબોને ત્યાં ગાંધીનગર પીસી એન્ડ પીએનડીટી ટીમ સાથે પાટણ તાલુકા હેલ્થ વિભાગના અધિકારી અને કર્મચારીઓની ટીમની આકસ્મિક તપાસને લઈને તબીબ આલમ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
