પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે બ્રિજ ની બાજુમાં આવેલ સર્વિસ રોડ પર ઠેર ઠેર ખાડાઓ નું સામ્રાજ્ય, શહેરમાં મસમોટા ભુવા પડી જતા વાહન ચાલકો પરેશાન બન્યા છૅ.
ત્યારે તંત્રની મનમાની ના કારણે ઘણા સમય થી શહેર માં મસ મોટા મોટા ખાડારાજ ના કારણે લોકો પરેશાન બન્યા છૅ…
દ્રષ્યોમાં ચોક્કસ જોઈ શકાય છૅ કે આ ખાડા ને લઈને બસ પણ આ રસ્તા પર હાલક ડોલક ચાલી રહી છૅ.. ત્યારે બસમાં સવાર મુસાફર હોયકે કે અન્ય વાહનો માં સવાર લોકો જેમને અકસ્માત ને માત દેતા આ રોડને લઈને ચોક્કસ રોષ જોવા મળી રહ્યો છૅ..
સાંતલપુર ગામમાં ઉબડ ખાબડ રોડ ઠેર ઠેર જોવા મળી રહ્યા છૅ ત્યારે બ્રિજ ને અડીને આવેલ સર્વિસ રોડ પર મસમોટા ભુવાને કારણે અનેક વાર વાહનચાલકો અકસ્માત નો ભોગ બને છે. બાઈક સ્લીપ ખાઈ જવાની ઘટનાઓ ઘટી રહી છૅ ત્યારે આ ખાડારાજ નું તાત્કાલિક નિરાકરણ લાવવા લોક માંગ ઉઠી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
