પાટણ પોલીસ અધિક્ષકશ્રી વી.કે.નાથી સાહેબ, પાટણ નાઓએ ગઇ તા.૨૩/૦૪/ર૦ર૫ ના રોજ પાટણ જીલ્લાના સાંતલપુર પો.સ્ટે. વિસ્તારમાં આવેલ ભારતમાલા હાઇવે રોડ ઉપર વરણોસરી ટોલનાકા ખાતે ટોલનાકાના કર્મચારીઓ ઉપર ફાયરીંગ કરવા અંગેનો ચકચારી બનાવ બનવા પામેલ હોઇ જે અનુસંધાને
સાંતલપુર પો.સ્ટે ગુ.ર.નં ૦૧૮૦/૨૫ બી.એન.એસ.કલમ-૧૦૯(૧), ૩૯૬બી, ૩૫૧(૩), ૫૪ તથા આર્મ એકટ કલમ-૨પ(૧)બી એ, ૨૭ વિગેરે મુજબ ગુનો રજી થયેલ અને આ કામે ગુનામાં સંડોવાયેલ અરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સારૂ સુચના કરેલ હોય જે અનુસંધાને શ્રી આર.જી.ઉનાગર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પાટણનાઓના માર્ગદર્શન હેઠળ આ કામે સંડોવાયેલ આરોપીઓની માહિતી મેળવી પકડી પાડવા સારૂ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ગુનામાં સંડોવાયેલ આરોપી અમરતભાઇ ઉર્ફે ભોલો સોનાભાઈ ઉ.વ.૩૦ રહે- નવા ગામ(ગઢા રામપુરા) તા.સાંતલપુર જી.પાટણ વાળાને ગુનામાં ફાયરીંગમાં વપરાયેલ હથીયાર ૧૨ બોર બંદુક તથા સ્વિફ્ટ ગાડી સાથે પકડી પાડી બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ સાંતલપુર પો.સ્ટે. ખાતે સોંપવા તજવીજ કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) અમરતભાઇ ઉર્ફે ભોલો સોનાભાઈ રહે- નવા ગામ(ગઢા રામપુરા) તા.સાંતલપુર જી.પાટણ
(૨) ઠાકોર હેમચંદભાઈ ધરમશીભાઈ રહે.નવાગામ(ગઢા રામપુરા), સાંતલપુર
(3) ઠાકોર સોમાજી કાલાજી રહે.નવાગામ(ગઢા રામપુરા), સાંતલપુર
