પાટણ જિલ્લાના હારીજ તાલુકા પંચાયત કચેરી ખાતે રાષ્ટ્રીય પંચાયતી દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીનો લાઈવ હારીજ તાલુકા પંચાયત ખાતે રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ નિમિતે કચેરીના કર્મચારીઓએ પ્રધાનમંત્રીનો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો. જે કાર્યક્રમ અંતર્ગત તાજેતરમાં જ પહેલગામ માં બનેલ ઘટનામાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર લોકોને તાલુકા સેવા સદનના કર્મચારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર,તાલુકા પંચાયત પ્રમુખ ચંદુબેન ઠાકોર,રમેશજી ઠાકોર,મુકેશજી ઠાકોર,તાલુકા વિકાસ અધિકારી,તમામ શાખાના કર્મચારીઓ હાજર રહ્યા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
