ભચાઉ તાલુકાની મોરગર ગ્રામ પંચાયત દ્વારા આંગણવાડી ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી ગ્રામ સભાનું આયોજન સરપંચ શ્રી રાજેશભાઈ બતાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ
જેમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી વજેસિંહ પરમાર સાહેબ, સરપંચ શ્રી અને ગામના વડીલો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ પંચાયતી રાજ દિવસનું મહત્વ સમજાવી શુભકામના પાઠવી તલાટી સહ મંત્રી ક્રિષ્નાબેન રબારી દ્વારા આવકાર સાથે એજન્ડા વાંચી ગ્રામસભાની શરૂઆત કરવામાં આવેલ આ પ્રસંગે શ્રી વજેસિંહ પરમાર તાલુકા વિકાસ અધિકારી શ્રી ઉપસ્થિત રહી પ્રેરક ઉદબોધન દ્વારા ખેડૂત રજીસ્ટ્રેશન, વરસાઈ નોંધ, સરકારી અને ખાનગી શાળામાં અભ્યાસ કરતાં બાળકોના અપાર આઈ.ડી., 100 % રસીકરણ, નિયમિત વેરા ની ભરપાઈ, સ્વચ્છતા, વગેરેની માહિતી આપવામાં ની સાથે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ અંગે સચોટ ચર્ચા કરવામાં આવી. સેતુ અભિયાન સંસ્થા કબરાઉ ટીમલીડર ખીમજીભાઈ કાંઠેચા એ ગ્રામ પંચાયત ડેવલોપમેન્ટ પ્લાન (GPDP) અંગે વિસ્તૃત સમજ આપી આંગણવાડી માં ઘટટી સુવિધાઓ માટે સેતુ અભિયાન ના અનટાઈડ ફંડ માટે સંકલન કરવા માટે પ્રયત્ન કરવાનું જણાવેલ તેમજ અમૂલ્ય લોકશાહીનું લોકોની સહભાગીદારી એ મુખ્ય બાબત હોવાનું જણાવેલ. બાલિકા પંચાયત ના માજી સરપંચ ખુશીબેંન બતા દ્વારા બાલિકા પંચાયતની રચના અને કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવેલ કે જેમ ગ્રામ પંચાયતની ચુંટણી થાય છે તેવી રીતે બાલિકા પંચાયતના પ્રશ્નો ગ્રામ પંચાયત અને બાલિકા પંચાયત સુધી પહોંચાડવા માટે ૧૪ થી ૨૧ વર્ષની બાલિકાઓ મતદાન કરી બાલિકા પંચાયતના સરપંચ અને સભ્યોનું ચુંટણી દ્વારા નિમણુક કરવામાં આવે છે અમારી મોરગર ગામની બાલિકા પંચાયત દ્વારા દીકરીઓ નું ગૌરવ વધે તેના માટે વ્હાલી દીકરી યોજનાનું લાભ અપાવવો, આંગણવાડી માંથી મળતા પૂર્ણા શક્તિ, બાળ શક્તિ અને માતૃ શક્તિનું તમામ હક્કદાર ઉપયોગ કરતા થાય તેના માટે પ્રયત્ન અને સ્પર્ધા કરીએ છીએં, સેતુ અભિયાન કબરાઉં ના માધ્યમથી મળેલ ૨૫૫૦૦ રૂપિયના પ્રેરક ભંડોળ થી બાલિકાઓ માટે પેડ બેંક, દીકરી વધામણા કીટ, સક્રિય બાલિકા પંચાયત ની મુલાકાત, રમતગમત ના સાધનોની ખરીદી વગેરે કરવામાં આવેલ છે તેમજ તેજસ્વીની વિધાનસભા ના અનુભવો નું કથન કરવામાં આવેલ. મહેસાણા જીલ્લાથી રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો અને મધુબની બિહાર રાજ્યમાંથી રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી ના લાઇવ વિડીયો નિહાળવામાં આવેલ જેમાં પ્રેરણા મળે તેવા આદર્શ ઉદાહરણો રજૂ થયા જેથી મોટી સંખ્યા ઉપસ્થિત રહેલ ગ્રામજનો પ્રભાવિત થયા અને પ્રેરણા મેળવી. આ ગ્રામસભામાં સામાજીક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી લીલાબેન શામળીયા, પંચાયત સભ્યો, શ્રી હર્ષદભાઈ પટેલ, આંગણવાડી વર્કર અને હેલ્પર, આશાવર્કર બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા
અહેવાલ ધનજી ચાવડા ભચાઉ કચ્છ
