જાફરાબાદ ખાતે તા-27/4/2025 નાં રોજ શ્રી સાર્વજનિક કેળવણી આશ્રમ શાળા ટ્રસ્ટ પ્રમુખ શ્રી યોગેશભાઈ બારૈયા નાં પિતા શ્રી આદ્યસ્થાપક અને સારસ્વત શ્રી જીણાભાઇ બારૈયા ની દીર્ધ જીવી સ્મૃતિ રૂપે નવ નિર્મિત બિલ્ડીંગ નાં ઉદઘાટન માં ઇફકો નાં ચેરમેન અને સહકારી શિરોમણી માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ, જાફરાબાદ, રાજુલા, ખાંભા વિસ્તાર ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી હિરાભાઇ સોલંકી સાહેબ શ્રી અશ્વિનભાઈ સાવલિયા ચેરમેન અમર ડેરી અમરેલી, શ્રી મનિષભાઇ સંઘાણી, શ્રી જેન્તીભાઇ પાનસુરીયા, શ્રી પીઠાભાઈ નકુમ શ્રી ચેતનભાઈ શિયાળ, શ્રી જીગ્નેશભાઈ પટેલ, શ્રી ભગુભાઈ સોલંકી, શ્રી જીવનભાઈ બારૈયા શ્રી પ્રફુલભાઈ બારૈયા, શ્રી કરસનભાઈ ભીલ, શ્રી મનહરભાઈ બારૈયા, શ્રી બાલુભાઈ કોટડીયા તથા સહકારી ક્ષેત્ર નાં, રાજકીય ક્ષેત્ર નાં, તથા દરેક સમાજના વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી દિલિપભાઈ સંઘાણી ઇફકો નાં ચેરમેન થયાં બાદ પ્રથમ વખત જાફરાબાદ માં આવ્યા હોય ત્યારે જાફરાબાદ તાલુકાના સહકારી ક્ષેત્રમાં આનંદ વ્યાપી ગયો હતો. શ્રી સંઘાણી સાહેબે સહકારી ક્ષેત્રે ખેડૂતો માટે ખૂબ કામ કર્યું છે અને ભારત ભર ના ખેડૂતો આર્થિક વિકાસ નાં સહભાગી બને એવી વાત કરી હતી.
શ્રી અશ્વિનભાઈ સાવલિયા અમર ડેરી નાં ચેરમેન દ્વારા પણ સહકારી ક્ષેત્રે સમજ આપી હતી. આ કાર્યક્રમ શિક્ષણ ક્ષેત્ર નો હોય ધારાસભ્ય શ્રી હિરાભાઇ સોલંકી એ શિક્ષણ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે શિક્ષણ થકી સૌ આગળ વધો અને ઉતરોતર પ્રગતિ કરતા રહો તેમ યોગેશભાઈ બારૈયા ને બીરદાવી આ હતા.આ કાર્યક્રમ નું સફળ સંચાલન શ્રી સાર્વજનિક કેળવણી આશ્રમ શાળા ના શિક્ષિકા બહેન તેમજ આભાર વિધિ શ્રી અરવિંદભાઈ બારૈયા એ કરી હતી. કાર્યક્રમ નાં અંતે સૌએ સાથે મળીને ભોજન લીધું હતું.
રિપોર્ટર – જે.પી.પરમાર. જાફરાબાદ
