April 28, 2025 3:07 pm

પંચદેવ કુટિર આશ્રમ, ખંડોસણ ગામે શ્રી ધુંધલીનાથ મહારાજનો 17 મો પાટોત્સવ નવચંડી મહાયજ્ઞ યોજાઈ ગયો.

વિસનગર તાલુકાના ઊંઝા – વિસનગર રોડ પર આવેલ ખંડોસણ ગામે મહારાજ શ્રી વિરમજી ભગતના પ્રત્યક્ષ માર્ગદર્શન નીચે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ધુંધલીનાથ મહારાજનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા તિથિની ઉજવણી નિમિત્તે 17 મો પાટોત્સવ – નવચંડી મહાયજ્ઞ ભારે ધામધૂમથી ઉજવાઈ ગયો.

જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન અને પ્રસાદીનો લાભ લીધો હતો.

તારીખ 26-04-25 શનિવારે ઉજવાયેલ આ પ્રસંગમાં પધારેલ સંતોનુ પણ સન્માન કરવામાં આવ્યું હતુ.

સવારે 8:30 વાગે શરૂ કરેલ યજ્ઞની સાંજે 4:30 વાગે પુર્ણાહુતી કરવામાં આવેલ.

બપોરે 12:39 વાગે આરતી ઉતારવામાં આવેલ.

રાત્રે શ્રી ચામુંડા સિકોતર માતાજી અને શ્રી મહાકાલી માતાજીની રમેલ રાખવામાં આવેલ.

સેવકો અને દાતાઓ સહીત ગામજનોએ મોટી સંખ્યામાં હાજર રહી સમગ્ર આયોજનને સફળ બનાવવામાં સાથ – સહકાર આપ્યો હતો.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo – 987 986 1970

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें