ભચાઉ તાલુકાના ચીરાઈ રોડ પર દબાણ હોવાની જાગૃત નાગરિકે રજૂઆત કરી છે ત્યારે આ બાબતે અરજદાર ઇકબાલભાઈ શેખે જણાવ્યું હતો કે ભચાઉ તાલુકાના નાની ચીરાઈ રોડ પર ભૂમાફિયાએ દબાણ કર્યો છે સરકારી જમીન પર પેટ્રોલ અને અન્ય પ્લોટ કે હોટલ બની ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે ભચાઉના નાની ચીરાઈ ખાતે સરકારી જમીન પર લક્ષ્મણભાઈ, ગોવિંદભાઈ,ગેલાભાઈ અને બરકત ભાઈએ દબાણ કર્યો હોવાનો ઇકબાલ ભાઈએ જણાવ્યું હતો આ દબાણ કારકો ઉપર વર્ષો જૂનો દબાણ હોવાનો ઇકબાલ ભાઈ એ જણાવ્યો હતો. સર્વે નંબર ૪૫૫ વાળી જમીન પર ભૂમાફિયાએ દબાણ કર્યો છે – ઇકબાલ ભાઈ
પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છમાં દાદાનો બુલડોઝર ચાલી રહ્યો પણ ચીરાઈમાં દબાણ છે ત્યાં દાદાનો બુલડોઝર ચાલશે ? સરકારી જમીનનો પર અનેક પ્રવૃતિ ચાલી રહ્યો છે તેમજ ત્યાં રહેવા અને જમવા જેવા રહેઠાણ બની ગયા હોવાની ઇકબાલ ભાઈ એ જણાવ્યો છે આ બાબતે ઈકબાલ ભાઈએ જણાવ્યું હતો એક સરકારી જમીન પર ભૂમાફિયાએ દબાણ કર્યો છે તે સ્વેચ્છાએ દૂર નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી થશે. સાથે આ બાબતે ભચાઉ નાયબ કલેક્ટર કચેરી ખાતે લેન ગ્રેબીન ની પ્રતિક્રિયા ચાલુ છે અને થોડા સમયમાં દબાણ કારકો પર કાર્યવાહી થઈ શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
કચ્છમાં છેલ્લાં કેટલાક વર્ષોથી સરકારી જમીન પર દબાણની ગેરકાયદેસર પ્રવૃત્તિનું પ્રમાણ વધી ગયું હોવાથી શહેર હોય કે ગામ દબાણકારો જાણે બેકાબૂ બન્યા હોય તેમ તો કાયદાની કોઈને બીક ન હોય તેમ જ્યાં મોકાની જમીન મળે ત્યાં જમીન કબજે કરી લેવામાં આવી રહી છે. છેલ્લાં કેટલાક મહિનાઓથી હવે સરકારે પણ કામગીરી શરૂ કરી દીધી છે અને ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે અને ધાક બેસાડતી કામગીરી કરવામાં આવી રહી છે.છેલ્લાં 1 મહિનાથી કચ્છમાં પણ અસામાજિક તત્ત્વો અને વારંવાર ગુના આચરતા ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા પગલાં લેવાઈ રહ્યાં છે. તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સમગ્ર કચ્છમાં સરકારી જમીનો પર ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હોય તેનો લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
અહેવાલ ધનજી ચાવડા ભચાઉ કચ્છ
