વારાહી થી સિદ્ધપુર જતી એસટી બસ એ મુસાફરોને ના બેસાડયા
વારાહી તાલુકા નું મુખ્ય મથક છે અને રાધનપુર થી કચ્છ જવાના નેશનલ હાઈવે પર આવેલું છે અહીંથી દિવસ અને રાત્રી દરમિયાન 200 થી 250 જેટલી એસટી બસો અવરજવર કરે છે અહીંથી રાત્રિ દરમિયાન નીકળતી એસટી બસો મુસાફરોને બ્રિજ ના છેડે ઉતારે છે રાત્રી દરમિયાન મુસાફરોને એક કિલોમીટર જેટલું ચાલીને ગામમાં આવવું પડતું હોય છે તેના કારણે મુસાફરોની ભારે હાલાકીના સામનો કરવો પડી રહ્યો છે રાત્રી દરમિયાન ચાલીને આવતા મુસાફરો સાથે કોઈ અનિત્ય ઘટના બનશે તો જવાબદાર કોણ તો મુસાફરોની માંગ હતી રાત્રી દરમિયાન જે એસટી બસો બ્રીજના છેડે ઉતારે છે તે બસો સ્ટેન્ડમાં આવે તેવી લોકોની માંગ છે
શનિવારના દિવસે વારાહીથી સિદ્ધપુર જતી એસટી બસમાં મુસાફરો જ્યારે રાધનપુર જવા માટેનું પૂછ્યું ત્યારે રાધનપુર નથી જતી તેમ કહી મુસાફરોને બેસવા દીધાના હતા આ બાબતે અમે મુસાફર દશરથ પુરી ગૌસ્વામીને પુછતા તેમણે જણાવ્યું કે અમે પાંચ થી છ મુસાફરો હતા અને રાધનપુર જવાના હતા જ્યારે અમે વારાહી થી સિધ્ધપુર વાળી બસમાં રાધનપુર જવાનું કહેતા આ બસ રાધનપુર નથી જતી તેવું કોઈ અમને બેસવા દીધાના હતા તો સિદ્ધપુર જતી બસ રાધનપુર થઈને ના જાય તો ક્યાં થઈ જાય પહેલા આ બસ રાધનપુર થી સિધ્ધપુર જતી તેને વારાહી સુધી લંબાવવામાં આવી છે
