Patan | પાટણ જીલ્લામાંથી બે બાંગ્લાદેશી ઘુષણખોર મહીલાઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી. શાખા, પાટણ

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી ગુજરાત રાજય ગાંધીનગરનાઓએ સમગ્ર ગુજરાત રાજયમાં ગેર કાયદેસર રીતે ઘુષણખોરી કરી ગુજરાતમાં આવી વસવાટ કરતા બાંગ્લાદેશીઓને શોધી કાઢી તેઓની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાઓ આપેલ હોઇ જે સુચના આધારે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ કચ્છ-ભુજનાઓનાની રાહબરી હેઠળ શ્રી વી.કે.નાથી સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પાટણનાઓએ પાટણ જીલ્લામાં આવા ગે.કા રીતે ઘુષણખોરી કરી ભારતમાં પ્રવેશ કરી રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા સારૂ પાટણ જીલ્લામાં એલ.સી.બી/ એસ.ઓ.જી/ સાયબર ક્રાઇમ પો.સ્ટે/પેરોલ ફર્લો સ્કવોડ તથા પાટણ જીલ્લાના પો.સ્ટેની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હોઇ જે ટીમો દ્રારા ગે.કા રીતે ઘુષણખોરી કરેલ બાંગ્લાદેશીઓને શોધી કાઢવાની કામગીરીમાં હતા તે દરમ્યાન ખોટા આધાર પુરાવા બનાવી રહેતા (૧) પાટણ સીટી એ.ડીવી પો.સ્ટે વિસ્તારમાંથી બ્યુટી બેગમ ઉર્ફે રીયા ડો/ઓ લતીફ મોલ્લા ખોશેત મોલ્લા જાતે-મોલ્લા (શેખ) (મુસ્લીમ) હાલ રહે. જે/૦૬ વનચાલી, એ-વન રો હાઉસ પાસે, ઇલાબેન ઘાટ, દાણી લીમડા અમદાવાદ મુળ રહેવાસી- ગામ-ખુલના, ઘર નં.-૫, માછલી ઘાટ, ગ્રીનલેન્ડ ડી, પોસ્ટ ઓફીસ-ખુલના, થાના-ખુલના તા.ખુલના જી.ખુલના રાજ્ય-ન્યુ માર્કેટ જોરાગેટ, દેશ-બાંગ્લાદેશ તથા (૨) હારીજ પો.સ્ટે. વિસ્તારમાંથી સુલતાના ઉર્ફે સ્વીટી ડૉ/ઓ મહોમદ શિરાજ રોશીદ

જાતે મતબર હાલ રહે,હનુમન નગર સોસાયટી, લાખવડ-રામપુરા રોડ, તા.જી. મહેસાણા મુળ રહે, ગામ- કુરેરપાર, ઢાકા જી. નારાયણગંજ, બાંગ્લાદેશવાળીઓ મળી આવતાં તેઓને એસ.ઓ.જી શાખા ખાતે લાવી વધુ પુછપરછ કરતાં અને તેઓના ડોક્યુમેન્ટો ચેક કરતાં બંન્ને બાંગ્લાદેશી મહીલાઓ હોવાનુ જણાઇ આવતાં બંન્ને મહીલાઓને ફોરેનર એકટ હેઠળ રિસ્ટ્રીકશનમાં રાખવામાં આવેલ અને તેઓની સામે આગળની કાર્યવાહી કરવાની ચાલુ છે.

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें