લાઠી-બાબરા-દામનગર મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જનક તળાવિયાના અથાગ પ્રયત્નોથી વિસ્તારમાં વિકાસ કાર્યોની હારમાળા સર્જાઈ રહી છે.
જેના ભાગરૂપે તાજેતરમાં બાબરા તાલુકાના તાઈવદર એપ્રોચ રોડના રીસર્ફેસિંગ કાર્યનું ખાતમુરત ધારાસભ્યશ્રીના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંદાજે રૂ. 1 કરોડ 22 લાખના ખર્ચે પૂર્ણ થશે.
આ પ્રસંગે યોજાયેલા ખાતમુરત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી પ્રભાતભાઈ કોઠીવાળ, અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસીયા, બાબરા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હિતેશભાઈ કલકાણી, બાબરા તાલુકા ભાજપમાં આમંત્રિત શ્રી સુરેશભાઈ વાઘેલા, બાબરા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી શ્રી મહેશભાઈ ભાયાણી, બાબરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી ભરતભાઈ બુટાણી, તાલુકા પંચાયત સદસ્ય શ્રી માવજીભાઈ ડાભી, શ્રી મેઘાભાઈ ડાભી, શ્રી જયસુખભાઈ, શ્રી મુકેશભાઈ, શ્રી કનુભાઈ ઉપરાંત ખાનપર તેમજ કલરના ગામના સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય શ્રી જનક તળાવિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોના વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને આ રોડના રીસર્ફેસિંગથી તાઈવદર અને આસપાસના ગામોના લોકોને અવરજવરમાં ઘણી સરળતા રહેશે. તેમણે ઉમેર્યું હતું કે આગામી સમયમાં પણ તેમના મતવિસ્તારમાં અનેક વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે.
જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી પ્રભાતભાઈ કોઠીવાળે ધારાસભ્યશ્રીના પ્રયત્નોને બિરદાવ્યા હતા અને જણાવ્યું હતું કે આ રોડ ઘણા સમયથી ખરાબ હાલતમાં હતો, જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. હવે આ રીસર્ફેસિંગ કાર્ય પૂર્ણ થવાથી લોકોને રાહત મળશે.
બાબરા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હિતેશભાઈ કલકાણીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર હંમેશા વિકાસને વરેલી છે અને આ કાર્ય તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. તેમણે ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો.
ગ્રામજનોએ પણ રોડના રીસર્ફેસિંગ કાર્ય શરૂ થવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને ધારાસભ્યશ્રીનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં ઉત્સાહ અને ઉલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું હતું
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
