August 31, 2025 6:56 pm

Patan | સાંતલપુર તાલુકા ના જામવાડા ગામે તોફાની વરસાદના કારણે જીવિત વીજ વાયર તૂટી પડતા ગાયનું મોત..

પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ નું આગમન થયું હતું. ત્યારે પાટણના સાંતલપુર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબકતા કેટલાક જગ્યાએ ઘરના પતરા ધરાશાયી થયા હતા. તો કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશય થયાની ઘટનાઓ સામે આવી હતી. ત્યારે સાંતલપુર તાલુકા ના જામવાડા ગામે તોફાની વરસાદના કારણે જીવિત વીજ વાયર તૂટી પડતા ગાયનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે સાંતલપુરના જામવાડા ગામ ખાતે તોફાની વરસાદ દરમિયાન તૂટી પડેલ જીવિત વીજ વાયરને અડી જતા ગાયનું મોત નીપજ્યું હતું.વહેલી સવારે 9 વાગ્યાંની આસપાસ ચરવા ગયેલ ગાય જીવિત વીજવાયરને અડી જતા મોત નીપજ્યું હતું. જેને લઈને જામવાડા ગામના પશુપાલક આહીર મોમાયાભાઇ પુંજાભાઈની ચરવા ગયેલ ગાયનું મોત નીપજતા પશું પાલકને નુકશાન થયું હતું.

સાંતલપુર UGVCL ની બેદરકારીના કારણે ગાયનું મોત થયાનો આક્ષેપ

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ