Patan | પાટણ જિલ્લામાં ૭ મેના રોજ સાંજે ૪ થી ૮ વાગ્યા દરમિયાન “ઓપરેશન અભ્યાસ” મોકડ્રીલ યોજાશે

કલેક્ટરશ્રી તુષાર કુમાર ભટ્ટે પત્રકાર પરિષદ યોજી પત્રકારોને મોકડ્રીલ અંગે જાણકારી આપી

દેશ દાઝ સાથે મોકડ્રીલમાં નાગરિકોને સહયોગ આપવાનો અનુરોધ કરતા કલેક્ટરશ્રી તુષાર કુમાર ભટ્ટ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ પ્રમાણે તા. ૭ મી મે, ૨૦૨૫ ના રોજ પાટણ જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજનાર છે. જે સંદર્ભે કલેક્ટરશ્રી તુષાર કુમાર ભટ્ટે પત્રકાર પરિષદ યોજીને આપત્તિ દરમિયાન કેવા પ્રકારના પગલા લઈ શકાય તે અંગે જાણકારી આપી હતી. જિલ્લામાં પાંચ નગરપાલિકા, આઇઓસી પંપ, સિદ્ધપુર જીઆઇડીસી, અને બોર્ડર પરના આઠ ગામોમાં આ મોકડ્રીલ યોજવામાં આવશે.

કલેક્ટરશ્રી તુષાર કુમાર ભટ્ટે કહ્યું કે મોકડ્રીલનો આશય નાગરિકોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. જોકે, મોકડ્રીલ આપત્તિ દરમિયાન સિવિલ ડિફેન્સ ,નાગરિકોની સુરક્ષાના ભાગરૂપે કરવામાં આવનાર છે. જેનાથી કોઈપણ નાગરિકોએ ભયભીત થવાની જરૂર નથી. તા. ૭ મીએ સાંજે ૪ થી ૮ વાગ્યા દરમિયાન “ઓપરેશન અભ્યાસ” હેઠળ મોકડ્રીલમાં સહભાગી થવા માટે નાગરિકોને અનુરોધ કરાયો છે. “ઓપરેશન અભ્યાસ” હેઠળ મોકડ્રીલ, ડિફેન્સ ટ્રેનીંગ, સાયરન અને બ્લેક આઉટ એમ ચાર તબક્કામાં કાર્યવાહી કરવામાં આવશે.

પ્રથમ તબક્કામાં એલર્ટ/સાયરન શરૂ કરાશે. લાઉડ સ્પીકરો પર જાહેરાત કરાશે., જે બાદ બીજા તબક્કામાં આપત્તિ અંગે માહિતગાર કરાશે, બચાવ કામગીરી, તેમજ અંતિમ તબક્કામાં રાહત અને નિયંત્રણ કામગીરી અંગે સાયરન મારફત સચેત કરવામાં આવશે. રાત્રે ૭.૩૦-૮.૦૦ દરમિયાન બ્લેક આઉટ (સ્વયંભુ લાઈટ બંધ રાખવા) પત્રકાર પરિષદના માધ્યમથી કલેક્ટરશ્રીએ જિલ્લાના નાગરિકોને અપીલ કરી હતી. તેમજ અફવાઓથી બચવા અને સોશિયલ મીડિયા દ્વારા કોઈ ખોટા મેસેજ કરી નાગરિકોમાં ભયનો માહોલ ઉભો ન કરવા અપીલ કરી હતી. મોકડ્રીલમાં સરકારના તમામ વિભાગો, એનજીઓ, સમાજિક સંસ્થાઓ જોડાશે. આગામી સમયમાં યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય તો સિવિલ ડિફેન્સની જાગૃતિના ભાગરૂપે આ સમગ્ર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.

પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ.પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.કે નાયી, લેફ્ટેનન્ટ કર્નલ શ્રી નીતિન જોશી સહિતના અધિકારીશ્રીઓ અને મીડિયાના પ્રતીનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें