તા.૧૦-૦૫-૨૦૨૫ના રોજ ગુજરાતના રાજકોટમાં ખેતીની જમીનના નિષણાંત એટલે કે રેવન્યુ ગુરુ એવા રમણીકભાઈ કોટડીયાનો નિષ્ઠા અને પ્રમાણિકપણે સાચો રસ્તો બતાવી શિક્ષણ આપતા રમણીકભાઈ કોટડીયા.તેમનો ઉદેશ એવો છે કે ખેડૂત રેવન્યુ વિભાગમાં ખુબજ હેરાન થાય છે તે માટે ખેડૂત પોતે પોતાનો વકીલ બને તે માટે તા.૧૦ અને ૧૧ – ને શનિ અને રવિવાર એમ બે દિવસ જમવાની વ્યવસ્થા સાથે ચોથો તાલીમ કેમ્પ ગોઠવવામાં આવેલ
.તા.૧૦ને શનિવારે રાજકોટ તેમજ આખા ગુજરાતના દૂર દૂરના તાલુકા અને ગામડેથી ખેડૂતો બહોળી સંખ્યામાં સવારમાં આજીડેમથી આશરે કિલોમીટર રામવન આવેલ છે ત્યાં બધા ખેડૂતો સવારમાં આશરે ૯ વાગ્યે ભેગા થઈ જાય છે.અને ત્યાં બધા ખેડૂતો મળી, તેમજ ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઇ પાનશેરીયાએ સમૂહમાં ભારતમાતાકી જ્ય, જ્ય જવાન, જય કિશાન, ખેડૂતોના ઇસ્ટ દેવ બલરામ ભગવાનકી જ્ય બોલાવી પછી ત્યાંથી બધા સાથે ચોથા તાલીમ કેમ્પ માટે રમણીકભાઈ કોટડીયાની વાડીએ પહોંચ્યા.ત્યાં નાસ્તાપાણી કરીને ચોથો તાલીમ કેમ્પ ચાલુ કરવામાં આવ્યો.અને રમણીકભાઈએ તમામ ખેડૂતોના રેવન્યુના રાહબર કે રેવન્યુ ગુરૂ એ જણાવ્યું કે આ જ્ઞાનનો હેતું ખેડૂતો ખેડૂતો વચ્ચે શેઠા પાળાના કજીયા ના થાય, રસ્તા કે પાણીના હલાણના કજીયાના થાય અને ખેડૂતોને સોંગદ લેવડાવી જણાવ્યું હતું કે તમે પોતે પોતાના વકીલ બનો પણ પ્રમાણિક અને નિષ્ઠાપૂર્વક તેમજ નીતી પ્રમાણે અને સમજૂતિથી આગળ વધવા જણાવ્યું હતું.તેમજ જમીન સર્વે ઓફિસમાંથી મળતા સાધનિક કાગળો, ટીપ્પણ, સ્ક્રેચ, ૪ નંબર, માપણી સીટ,ગામતળ નો નક્શો, સીમ તળનો નક્શો તેમજ હૈયાતીમાં હક્ક કમી, વારસાઇ આંબો, ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર વગેરે ને લગત ખુબજ સરળ શબ્દોમાં વિસ્તૃત માહિતી આપી હતી. અને આ તાલીમ કેમ્પ નોર્મલ ફી રાખી બે દિવસ અને એક રાત્રીનો જમવા, રહેવાની વ્યવસ્થા સાથે રાખવામાં આવેલ. ખેડૂતો જ્ઞાન મેળવી આનંદ અનુભવે છે.તેમ ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ એમ.પાનશેરીયાની યાદીમાં જણાવવામાં આવેલ છે.
