ભારતીય સંસ્કૃતિમાં સુકનનું એક અલગ જ મહત્વ હોય છે,
જેમાં આવનારા વર્ષ દરમ્યાન થનાર ખેતી, વરસાદ અને અન્ય મુખ્ય બાબતનો વરતારો તેના ખાસ અનુભવી વ્યક્તિઓ દ્વારા કાઢવામાં આવતો હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ઊંઝા તાલુકાના બ્રામ્હણવાડા ગામમાં શ્રી બ્રમ્હાણી માતાજીના મંદિરે તારીખ 9-5-25 ના રોજ ઉત્સવ દરમ્યાન વર્ષફળ રૂપે સુકન જોવાયા,
જેમાં આખા ગામ સિવાય પણ બહારથી મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન અને સુકનનો લાભ લીધો હતો.
આખા ગામે સખ્ત મહેનત કરી મહોત્સવને સફળ બનાવ્યો હતો.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
