ત્રીદિવસય ધ્યાન યોગ શિબિર તારીખ:8,9,10/મે/2025
સ્થળ: નરસિંહ ભગવાન મંદિર વાડી મુ. શેરથા તા:કલોલ
મુકામે ખુબ સરસ રીતે યોજાઈ ગઈ. જેમાં સિદ્ધયોગી શ્રી હરી બાપુ સાથે શ્રી પ્રકાશ બાપુ (ડભોડા) અને માં ઝંઝા આનંદે પણ પોતાની દિવ્ય આધ્યાત્મિક શક્તિનો સાધકોને લાભ આપ્યો.
સાધકોના કલ્યાણ અર્થે ગોઠવાયેલ આ શિબિરમાં મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના સાધકો જોડાયા હતા.
શિબિર દરમ્યાન યોગ સાથે તંત્ર, સંગીત, પ્રાણાયામ, અધ્યાત્મ, આયુર્વેદ, નૃત્ય, હાસ્ય, વેદ, ઇતિહાસ, ભગવદ્દ ગીતા જેવા અનેક ભારતીય રહસ્ય ભરેલા વિષય પર પ્રવચન અને માર્ગદર્શન દ્વારા વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
શ્રી વિદ્યાનો વિશેષ યજ્ઞ કરી દરેક સાધકો દ્વારા તેમાં આહુતિ આપવામાં આવી હતી.
સમગ્ર શિબિરને સફળ બનાવવા શ્રી પારુ માં, સચિન આનંદ, ડી કે આનંદ, લલિત આનંદ, મંજુલાબેન, અરવિંદભાઈ,હર્ષદભાઈ, જીતુભાઇ સહિતના સાધકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
ઉનાળુ વેકેશનમાં સમયનો સદઉપયોગ થાય અને સાધકોમાં નવી આધ્યાત્મિક, દૈવી પ્રાણ ઉર્ઝાનો ઉદભવ થાય તેવા હેતુસર શ્રી હરી બાપુ દિવાળી અને ઉનાળાના સ્કૂલ વેકેશનમાં સાવ નજીવી ફી લઇ આ આયોજન વર્ષોથી કરતા હોય છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
