ભારત સરકાર વર્તમાન પરિસ્થિતિમાં પોતાના નાગરિકોની સતત ચિંતા કરી રહી છે, વિષમ પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો કોઈપણ નાગરિક મુસીબતમાં ન મુકાય તે માટે દરેક જિલ્લા મથકે હોટલાઇન થી માંડી સેટેલાઇટ ફોન સુધીની આધુનિક વ્યવસ્થા વાળા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.
મહેસાણા સંસદ હરિભાઈ પટેલે આજે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ભાવેશભાઈ શેઠ અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મુકેશભાઈ પટેલ સાથે મહેસાણા જિલ્લા ખાતે કાર્યરત કરાયેલા કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત બાદ સાંસદ હરિભાઈ પટેલે કહ્યું કે, સરકાર તેના નાગરિકોના રક્ષણ માટે કટિબદ્ધ છે અને કોઈ પણ પરિસ્થિતિમાં નાગરિકોની સલામતી એ સરકારની પ્રાથમિકતા છે.
નાગરિકોએ અફવામાં દોરાવું નહીં અને સાચી વિગત જાણવા માટે જિલ્લા ખાતે કાર્યરત કરાયેલા કંટ્રોલરૂમનો સંપર્ક કરવા સાંસદ અપીલ કરી છે. મહત્વપૂર્ણ છે કે સાંસદની આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટર એસ કે પ્રજાપતિ,અધિક કલેકટર જશવંતભાઈ જેગોડા અને અન્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
