May 12, 2025 11:13 am

Santalpur | સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આહિર સમાજના લગ્ન યોજાયા 300 થી વધુ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા…1600 વર્ષ જૂની પરંપરા મુજબ લગ્ન..

સાતલપુર અને કચ્છના કચ્છના ચોરાડ અને વાગડ અને વઢીયાર વિસ્તારના 53/ ગામોમાં વસતા આહીર સમાજ દ્વારા દર વર્ષે માત્ર વૈશાખ સુદ તેરસના દિવસે જ લગ્ન કરવાની 1600 વર્ષ જૂની પરંપરા ચાલી આવે છે…

પાટણ જિલ્લાના સાતલપુર તાલુકામાં આહીર સમાજના લગ્ન વૈશાખ સુદ તેરસ ના દિવસે રાત્રે 11 થી 12:00 વાગ્યે થતા લગ્ન ના ફેરા આ વર્ષે 6 વાગે ઝડપી પૂર્ણ કરી પરંપરા જાળવી રાખી….

સાંતલપુર તાલુકાના આહિર સમાજના 300 થી વધુ યુગલો એ લગ્ન કરી પ્રભુતામાં પગલાં પાડ્યા…

આ વર્ષે પણ ભારત પાકિસ્તાનના યુદ્ધની સંભાવના વચ્ચે પણ આહીર સમાજે પરંપરા જાળવી રાખી લગ્નનું આયોજન કર્યું હતું.. જેની અંદર આહિર સમાજના ગામોની અંદર એક સાથે 300 થી વધારે લગ્ન યોજાય હતા.. જે લગ્ન રાત્રે યોજાતા હતા તે લગ્ન સાંજના સમયે યોજાયા હતા….લગ્નના ફેરા રાત્રે ફરતા હોય છે તે થોડી ત્રણ કલાક પહેલા ફરી સરકારની ગાઈડ લાઈન નું ચુસ્ત પાલન કરી લગ્ન વિધિ પૂરી કરી હતી…

આહિર સમાજના લોકોની ભાતીગળ સંસ્કૃતિ સાથે એક જ દિવસે વૈશાખ સુદ તેરસ ના દિવસે લગ્ન કરવાની પરંપરા ચાલી આવે છે જે આજની યુવા પેઢીએ પણ આ પરંપરા જાળવી રાખી છે..

જોકે,આ વખતે માત્ર થોડો ભારત પાકિસ્તાનના યુદ્ધને લઈને ટાઈમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો લગ્નના ફેરા રાત્રે ફરતા હોય છે તે થોડી ત્રણ કલાક પહેલા ફરી સરકારની ગાઈડ લાઈન નું પાલન કરી લગ્ન વિધિ પૂરી કરી હતી…

સાતલપુર તાલુકાના ધોકાવાડા ગામે કારાણી ભીમાણી પરિવારએ આ વખતે તેમના પરિવારના તમામ લગ્નનો જમણવાર એક જગ્યાએ રાખવામાં આવ્યો હતો અને 1600 વર્ષથી ચાલી આવતી તેમની પરંપરા મુજબ લગ્ન વિધિ પૂર્ણ કરી હતી.

આહીર સમાજ ના લગ્ન ની અંદર કોઈપણ જાતના ખોટા ખર્ચાઓ કરવામાં આવતા નથી કોઈપણ જાતના પ્રદૂષણ ફેલાય તેવા ફટાકડા ફોડવામાં આવતા નથી અને વર્ષોની પરંપરા જાળવી રાખી સમાજના રીત રિવાજ મુજબ ચાલી આવતી પરંપરા ને જાળવી રાખી લગ્ન યોજાય હતા..

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें