ત્રણ ફેસિનેસ મશીનના બે નેગેટિવ અને એક પોઝીટીવ બેડ માં કુલ છ દર્દીઓને સારવાર મળે છે..નવા દર્દીઓ પરત જાય છે..
ભાભર ખાતે કરોડો રૂપિયા ખર્ચીને આધુનિક સબ ડિસ્ટ્રિકટ સરકારી હોસ્પિટલ બનેલ છે પરંતુ કેટલીક સુવિધાઓના અભાવે સરહદી પંથકના દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા હોવાની ફરીયાદો ઉઠી રહી છે. સરકાર દ્વારા ગરીબ દર્દીઓને મફતમાં સારવાર મળી રહે તે માટે મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ ક્યાંક સ્થાનિક વહીવટીતંત્ર માં બેજવાબદાર વહિવટથી દર્દીઓ સરકારી લાભોથી વંચિત રહી પ્રાઈવેટ દવાખાને લુંટાઈ જતાં જોવા મળે છે.
જાણવા મળતી વિગત મુજબ ભાભર સરકારી સબ ડિસ્ટ્રિક હોસ્પિટલમાં ડાયાલિસિસ વિભાગમાં માત્ર ત્રણ બેડ હોવાથી અન્ય દર્દીઓને પરત અન્ય સેન્ટરના દવાખાને જવાની ફરજ પડે છે. ભાભર સેન્ટર હોવાથી આજુબાજુ તાલુકાના ગામોનાં દર્દીઓ પણ ભાભર સરકારી દવાખાને સારવાર અર્થે આવતા હોય છે. પરંતુ ભાભર સરકારી દવાખાને પુરતી સુવિધા ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓ પરત જતા હોય છે અને નાછૂટકે પ્રાઈવેટ દવાખાને જવા મજબૂર બની ખોટાં ખર્ચાઓ કરતા જોવા મળે છે. ભાભર સરકારી હોસ્પિટલમાં ડાયાલિસિસ વિભાગમાં પાંચ વધુ ફેસિનેસ મશીન અને બેડ વધારવામાં આવે તેવી ગરીબ દર્દીઓની માંગ ઉઠી રહી છે
આ બાબતે ભાભર સરકારી દવાખાના ડાયાલિસિસ વિભાગના ઇન્ચાર્જ પંકજ સોલંકી એ જણાવ્યું હતું કે ત્રણ બેડ છે જેમાં બે નેગેટિવ અને એક પોઝીટીવ તેમાં પોઝિટિવ દર્દીઓ ઓછા હોય છે. અત્યારે ૧૫ દર્દીઓ છે. બે બેડ માં રોજના છ દર્દીઓને સારવાર અપાય છે. મહિને ૧૫૦ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે વધુ દર્દીઓ આવે તો અન્ય સરકારી દવાખાને જતા હોય છે.
ભાભર જગ્યા ન હોવાથી થરાદ અને વાવ સરકારી દવાખાને જગ્યા ન હોવાથી ત્યાંથી પણ પાછા આવ્યા..!! દર્દીના સગા.
આ બાબતે દર્દીના સગા રમેશભા રાઠોડે જણાવ્યું હતું કે આજે તારીખ ૫/૫/૨૫ ના ડાયાલિસિસ દર્દી દશુભા વિજુભા રાઠોડ ને ભાભર સરકારી દવાખાને ડાયાલિસિસ વિભાગમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ત્યાં જગ્યા ન હોવાથી અમારે ગાડી લઈને થરાદ અને વાવ સરકારી દવાખાને સારવાર અર્થે દર્દીને લઈને ગયા હતા પરંતુ ત્યાં પણ જગ્યા ન હોવાથી પરત આવવું પડ્યું છે. ભાભર જગ્યા થાય ત્યારે સારવાર મળશે તેવું જણાવ્યું હતું
ડાયાલિસિસ વિભાગમાં જગ્યા અભાવે ભાભર સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલમાંથી આ વિસ્તારના મહિને અનેક દર્દીઓ ના છૂટકે પ્રાઈવેટ દવાખાને સારવાર લેવા માટે મજબૂર બની રહ્યા છે તો સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વધુ પાંચ બેડ વધારવા લોકો ની માંગ ઉઠી રહી છે
અહેવાલ સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા.
