May 13, 2025 12:07 am

Patan | રાધનપુર-સાંતલપુર જુથ યોજના મારફતે પીવાનું પાણી મેળવતાં ગામોમાં ૧૫ મે સુધી પાણીનો પુરતો પુરવઠો નહિ મળે

તા.૧૬/૦૫/૨૦૨૫ થી પાણી પુરવઠો રાબેતા મુજબ પુરો પાડવામાં આવશે

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની નર્મદા મુખ્ય નહેર આધારીત રાધનપુર-સાંતલપુર જુથ યોજના મારફતે પીવાનું પાણી મેળવતાં રાધનપુર અને સાંતલપુર તાલુકાનાં તમામ ગામો તેમજ રાધનપુર શહેરના રહીશોને જણાવવામાં આવે છે કે, સરદાર સરોવર નર્મદા નિગમ લી. દ્વારા તેઓના હસ્તકની નર્મદા મુખ્ય નહેર ખાતે રીપેરીંગની કામગીરી ચાલુ હોવાથી રાણકપુર એચ.આર. ખાતે પાણીનું લેવલ ઘટી જવાથી રાણકપુર ઈન્ટેકવેલ ખાતે આવતા પાણીમાં ઘટાડો થવા પામેલ હોઈ, તા.૧૨/૦૫/૨૦૨૫ થી ૧૫/૦૫/૨૦૨૫ દરમ્યાન ઉક્ત ગામો/શહેરને પીવાનો પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં આપી શકાશે નહિ. તા. ૧૬/૦૫/૨૦૨૫ થી નર્મદા મુખ્ય નહેરમાં પાણીનું યોગ્ય લેવલ નિર્ધારિત થયેથી પાણી પુરવઠો રાબેતા મુજબ પુરો પાડવામાં આવશે, જેની જાહેર જનતાએ નોંધ લેવા નાયબ કાર્યપાલક ઇજનેરની અખબારી યાદીમાં જણાવ્યું છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें