May 13, 2025 12:02 am

Unjha | ઊંઝા તાલુકા શહેર ઠાકોર સમાજ અને ઠાકોર સેના આયોજિત સમૂહ લગ્નોત્સવ યોજાયો જેમાં 21 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા

ઊંઝા તાલુકાના શંકરપુરા ઉપેરા ગામે ઠાકોર સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ દરમિયાન આવેલ રાજકીય નેતાઓ, સમાજના અગ્રણીઓ, દાતાઓનું સ્ટેજ પર સન્માન કરાયું હતું. સંતો પણ ઉપસ્થિત રહી નવદંપત્તિઓ ને આશીર્વચન પાઠવ્યા હતા.

આ કાર્યકમમાં સમુહ લગ્નોત્સવના દાતાઓ દ્રારા વિવિધ ભેટ સોગાદો આપવામાં આવનાર છે. જેમાં સોનાની ચુની, મંગળસુત્ર, ચાંદીની પાયલ, પેટી પલંગ, ગાદી તથા બે ઓશીકા, ટંક, પાનેતર, ટીપોઈ, કુકર, સ્ટીલનો ઘોડો, કાંસાનું તાસણાના, કાંસાની થાળી, સિલીંગ ફેન, ટ્રાવેલ્સ બેગ, સ્ટીલની પવાલી, સ્ટીલના બેડા, મિક્ષર, ગેસ સગડી, ટેબલ ફેન અને બ્લેન્ડર મશીન જેવી ઘર વપરાશની અનેક ચીજો આપવામાં આવી હતી. સમુહ લગ્નોત્સવને સફળ બનાવવા ઠાકોર સમાજ અને ઠાકોર સેના સમુહ લગ્નોત્સવ કમિટીના ઈશ્વરજી ઠાકોર, હસમુખભાઈ ઠાકોર, રમણજી વકીલ, વિનુજી ઠાકોર , ભરતજી ઠાકોર, અમરતજી ઠાકોરે ભારે જહેમત ઉઠાવી હતી.

આ કાર્યકમમાં મહેસાણા સાંસદ હરિભાઇ પટેલ, ઊંઝા એપીએમસી ના પૂર્વ ચેરમેન દિનેશભાઇ પટેલ, ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલ, સંજયભાઈ રાવળ સહિત દાતાઓ, રાજકીય નેતાઓ, સમાજના અગ્રણીઓ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo – 987 986 1970

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें