September 4, 2025 1:05 pm

Unjha | ઊંઝા શ્રી ઉમિયા માતાજીની નગરયાત્રાનો દર્શન રૂપે લાખો શ્રધ્ધાળુઓએ લાભ લઇ ધન્યતા અનુભવી.

તા-12-052025 ના રોજ વૈશાખી પૂર્ણિમાએ મહેસાણા જીલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ, સંસ્થાના પ્રમુખ બાબુભાઈ જે. પટેલ, ઈન્ચાર્જ માનદમંત્રી જ્યંતિભાઈ પટેલ, ટ્રસ્ટ્રીશ્રીઓ, વિવિધ કમિટીના પદાધિકારીઓ, દાનેશ્વરી દાતાશ્રીઓ ની ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવી 4 કિલોમીટર લાંબી નગરયાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતું.

જગત જનની મા ઉમિયા શ્રધ્ધાળુઓને દર્શન આપવા માટે નગરચર્યા પર નિકળશે તે અલૌકિક ક્ષણો બની રહી હતી. ભવ્યાતિભવ્ય-દિવ્ય અને પરંપરાગતત નગરયાત્રામાં ડીજેના તાલે ભક્તિ ગીતોની સરવાણી વહી હતી.નગરયાત્રામાં જોડાયેલા ભાઈઓ-બહેનો અને બાળકોએ નાચગાન કર્યા હતા. સાથે બગીઓ અને વિવિધ પ્રકારના મેસેજ આપતા 165 જેટલા ટેબ્લો ઝાંખીઓ નગરયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

ઉમિયા માતાજી પ્રત્યે અતુટ શ્રધ્ધા ધરાવતા ઊંઝાના નગરજનોમાં આનંદ-ઉત્સવ છવાઈ ગયો હતો. ઉમિયા માતાજી શ્રધ્ધાળુઓને દર્શન આપવા નિકળ્યા હતા તે સમયે તમામ વેપારીઓ તથા ઊંઝા એપીએમસી માર્કેટના વેપારીઓએ સ્વયંભુ બંધ પાળ્યો હતો. નગરયાત્રાનું ઠેર ઠેર ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.

ગુજરાતના વિવિધ વિસ્તારો ઉપરાંત મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર,ઉત્તરપ્રદેશ સહિતના વિવિધ રાજ્યોમાંથી પણ પાટીદાર સમાજના શ્રધ્ધાળુઓ નગરયાત્રામાં જોડાયા હતા.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ