ભારતભરમાં પ્રખ્યાત ઐઠોરના શ્રી ગણપતિ દાદાના દર્શનનો દિવ્ય અવસર ભાગ્યે જ કોઈ ધાર્મિક વ્યક્તિ ચુકી શકે.
શ્રી બલવંતસિંહજી ચંદનસિંહજી રાજપૂત જે પોતે હાલ ગોકુલ ગ્રુપ, સિદ્ધપુરના ચેરમેન અને કેબિનેટ મંત્રીશ્રી, ગુજરાત રાજ્યના હોદ્દા ધરાવે છે. તેમના જણાવ્યા મુજબ શ્રી ઐઠોરા ગણેશ પર તેઓની અપાર શ્રદ્ધા ધરાવે છે અને સમયની અનુકૂળતા મુજબ દાદાના દર્શને પધારે છે.
શ્રી ગણપતિ મંદિરમાં આ સમયે હાજર ઉપપ્રમુખ મનુભાઈ, ટ્રસ્ટીઓ ગણેશભાઈ, હાર્દિકભાઈ, નટુભાઈ, પ્રદુમનભાઈ સાથે મળી શાલ ઓઢાડી, દાદાનો ફોટો અને પ્રસાદી આપી સન્માન કર્યું હતું.
સાથે હાજર રહેલ ઐઠોરના પૂર્વ સરપંચ કશ્યપ પટેલ, ઊંઝા તાલુકા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ સ્મિત્તિકા સુથાર, ઊંઝા તાલુકા ભાજપ મંત્રી શિલ્પાબેન પટેલ વગેરેએ ખેસ પહેરાવી સન્માન કર્યું હતું. અન્ય હોદ્દેદારો અને ગામ અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
