ભારતીય સેનાના સન્માનમાં પાટણ શહેરમાં કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે ‘તિરંગા યાત્રા’ને ફ્લેગ ઓફ કરાવ્યું
પાકિસ્તાન સામે થયેલા વિજયને ઉજવવા આજે પાટણ જિલ્લામાં તિરંગા યાત્રા યોજવામાં આવી
કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત
જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા પાટણના એમ. એન.હાઇસ્કૂલથી બગવાડા દરવાજા સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં પોલીસ વિભાગમાંથી ઘોડેસવારો , ડી.જે. બેન્ડ જોડાયા હતા. ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પાકિસ્તાનના ઘરમાં ઘુસીને આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો છે. વિશ્વે પણ ભારતનીનોંધ લીધી છે. પાકિસ્તાન આતંકવાદની ફેકટરી છે. જેથી ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતનો પાકિસ્તાન સામે થયેલા વિજયને ઉજવવા આજે પાટણ જિલ્લામાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.
તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર, સાંસદ શ્રી ભરતસિંહ ડાભી , રાધનપુર ધારાસભ્યશ્રી લવિંગજી ઠાકોર, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર, પૂર્વ મંત્રી શ્રી રજનીભાઇ પટેલ, આગેવાન શ્રી કે.સી. પટેલ, ચેરમેનશ્રી સનેહલભાઈ પટેલ, સંગઠનના પદાધિકારીઓ, વિવિધ એનજીઓ, શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, NCC કેડેટ્સ, શિક્ષકો, તબીબો, વ્યાપારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
