સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામે રહેતો અકીલ થીમ નામનો યુવાન ચોટીલા ખાતે રહેતી યુવતીને ગત થોડા દિવસ અગાઉ લવ જેહાદ નાં ઇરાદે ભગાડી જતા ગત તારીખ 13-05-2025 ના રોજ યુવતીના પરિવારજનો દ્વારા હિન્દુ સંગઠનો સાથે સુરેન્દ્રનગર ડી.એસ.પી. ને યુવતીને પરત મેળવવા અને આ જેહાદી યુવક અકીલ થીમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી હતી.
ચોટીલાના યુવતીના પરિવાર દ્વારા વઢવાણનો આ વિધર્મી યુવાન અકીલ થીમ તેઓની દીકરીને, સોનાના દાગીના અને રોકડ રકમ પડાવી લેવાના અને લવ જેહાદ ના ઇરાદે ભગાડી ગયો હોવાનું અને પરિવાર દ્વારા યુવતી તેઓના ઘરેથી રોકડા 1.25 લાખ રોકડા તેમજ સોનાની 2 ચેન લઈ ગઇ હોવાનું અને યુવતીના બેંક ખાતામાં રહેલ રોકડ રૂપિયા 70,000 પણ ઉપાડી લીધા હોવાની ફરિયાદમાં જણાવેલ છે.
ચોટીલાની યુવતી ને વઢવાણનો વિધર્મી અકીલ થીમ દ્વારા ભગાડી જવાના મુદ્દે સમગ્ર સૌરાષ્ટ્રના હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફેલાતા તાત્કાલિક ‘હિન્દ રક્ષક સંઘ’ નાં રાષ્ટ્રીય અધ્યક્ષા ડૉ.સીમાબેન પટેલ, ચોટીલાના ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણ, રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ જગદીશભાઈ વડોદરીયા, હિન્દ રક્ષક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત એડવોકેટ સેલનાં ઉપાધ્યક્ષ એડવોકેટ ત્રિવેણીબેન રાઠોડ, જયેશભાઈ, તેમજ મોટી સંખ્યામાં અન્ય હિન્દુ સંગઠનોના પદાધિકારીઓ સાથે હિન્દુ યુવતીના પરિવાર સાથે રજૂઆત કરવા સુરેન્દ્રનગર ડી.એસ.પી ઓફિસે પહોંચી હતી અને હિન્દુ સંગઠનોના પદાધિકારીઓ દ્વારા ડી.એસ.પી.ને આ લવ જેહાદના બનાવ અંગે વિગતવાર રજૂઆત કરી તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગર પોલીસ આ અંગે યોગ્ય પગલા ભરી વિધર્મી યુવાનનાં કબજામાં રહેલ હિન્દુ યુવતીને પરત લાવી પરિવારને સોંપવા અને અકીલ થીમ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
વઢવાણ નો આ વિધર્મી યુવાન અકીલ થીમ માથાભારે અને જનોની વ્યક્તિત્વ ધરાવતા હોવાનું અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાથી યુવતીને જાનથી મારી નાખશે એવા પરિવારને ડર પણ સતાવી રહ્યો છે.
હિન્દુ સંગઠનો દ્વારા જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર પોલીસ 48 કલાકમાં આ યુવતીની ઘરવાપસી કરાવવામાં નિષ્ફળ રહશે તો આવનારા દિવસોમાં હિન્દુ સંગઠનનો ઉગ્ર આંદોલનો કરી સુરેન્દ્રનગર બંધનુ એલાન પણ કરશે એમ એક અખબારી યાદીમાં જણાવેલ છે.
