ભુવો ભવન કરશનભાઈ જાદવ – ભચાઉ
મહિલાની છેડતીનો મામલો C.C. T.V. માં ઝડપાયો
છેલ્લા ૨૦ વર્ષથી માતાજીના નામે છેતરપિંડી આચરતો હતો.
મસાણની મેલડીના નામે ધૂણતો. રમેણમાં જોવાનું કામ.
રૂપિયા ૨,૫૦૦ થી ૫૦,૦૦૦ ફી વસુલતો હતો.
દાણા પાડવા, બિમારના સાજા કરવા, વિધિ-વિધાન કરતો હતો.
મજબુર, દુ:ખી મહિલાઓને ટાર્ગેટ કરી શોષણ કરતો હતો.
કપડાની ઈસ્ત્રી, રોલ પાલીસ, સીકયુરીટીનું કામ.
ગાંધીધામની ભુઈ સાથે સાંઠગાંઠ.
માતાજીનો ડર બતાવી મોત સુધીની વાત કરે.
ભુવાના ચારિત્ર્ય સંબંધી તરેહ તરેહ ચર્ચા.
મહિલાની છેડતીના મુદ્દે ભાંડાફોડ.
સ્મશાનમાં લીંબુ-મરચા, સ્મશાનના ખાટલે વિધિ.
રાત્રિના ભૂત-પ્રેત બોલાવી પીડિતોનો ભ્રમમાં નાખવું.
કચ્છમાં ગામેગામ રમેણના ધાર્મિક કાર્યક્રમમાં ધૂણવું.
ભુવાએ કબુલાતનામું, માફી પત્ર આપી ધતિંગલીલા સંકેલી લીધી.
પીડિતાના છેડતી સંબંધી ફરિયાદની તજવીજ.
પોલીસે અટકાયતી પગલા લીધા. ભુવો પોલીસ કસ્ટડીમાં.
વિજ્ઞાન જાથાનો ૧૨૭૦ મો સફળ પર્દાફાશ.
પર્દાફાશમાં જાથાના જયંત પંડયાની નિગરાનીમમાં રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, ગુલાબસિંહ ચૌહાણ, ભક્તિબેન રાજગોર, ભાનુબેન ગોહિલની શ્રેષ્ઠ કામગીરી.
ગાંધીધામ પૂર્વના એસ.પી., ભુજ બોર્ડર રેન્જના આઈ.જી.પી., ભચાઉ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એલ. એલ. જાડેજા, પોલીસ કર્મીઓ, મહિલા પોલીસની ઉત્તમ કામગીરી.
પોલીસ તંત્રનો આભાર માનતું જાથા.
રાજયમાં ધાર્મિક છેતરપિંડીનો ભોગ બનેલાએ પુરાવા સાથે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર માહિતી આપવી.
