હારિજ નજીક ખાણ ખનીજ અધિકારીએ રોયલ્ટી વગર ભરીને જતા ડમ્પર ચાલકને ઉભો રાખતા ધમકી આપી…હારિજ પોલીસ મથકે ડમ્પર ચાલક સામે ફરિયાદ..
હારીજ, સમી અને રાધનપુર પંથકમાં પણ યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી થાય તો અનેક ખનન માફિયાઓ ઝડપાય તેવું લોકો જણાવી રહ્યા છે..
ખનન માફિયાઑ પ્રજા અને તંત્રને કેમ ડરાવે છે.?
પાટણ જિલ્લાના હારિજના બોરતવાડા થી રોડા જતા માર્ગે પાસે વિરપુર ત્રણ રસ્તા નજીક ખાણ ખનીજ વિભાગ અને ભૂસ્તરશાસ્ત્રી કચેરીના માઈન્સ સુપરવાઈઝર જયકુમાર તલાભાઈ પ્રજાપતિ અને સિક્યોરિટી ગાર્ડ હરતકુમાર મહેશચંદ્ર માવાણીએ રોયલ્ટી વગર રેત ભરી દોડતા ડમ્પરોના ચેકિંગ માટે ઉભા હતા જે દરમિયાન એક ડમ્પર અટકાવ્યું હતું. ડમ્પર ચાલકે અધિકારીઓના હુકમને અવગણ્યા હતા. ધમકી આપી હતી કે, “મારી ગાડી આગળ આવશો તો ગાડી ચઢાવી દઈશ.” બાદમાં ડમ્પર હંકારીને આશરે 500 મીટર આગળ જઈ રેતી ખાલી કરી ભાગી ગયો હતો.પાટણ ના સમી તાલુકામાં હારીજ સહીત રાધનપુર વિસ્તારમાં આવા ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાની વિગતો પણ સામે આવી રહી છે.લોકોના જણાવ્યા મુજબ જો હારીજ,સમી,,રાધનપુર વિસ્તારમાં યોગ્ય દિશાએ અને યોગ્ય સમયે તપાસ કરવામાં આવે તો અનેક આવા તત્વો ઝડપાય તેવું લોકો જણાવી રહ્યા છે.
હારિજના વિરપુર ત્રણ રસ્તા નજીક રોડા તરફથી આવતું ડમ્પર જોઈ તેને રોકાવ્યું હતું. વિડીયોગ્રાફી શરૂ કરી હતી. ચાલકે પોતાનું નામ દિલિપજી સ્વરૂપજી અને માલિકનું નામ મેબાખાન હોવાનું જણાવ્યું હતું. રેતી કઈ લીઝમાંથી લાવવામાં આવી તે જણાવ્યું નહોતું. રોયલ્ટી ભરેલી ન હોવાનું પણ કબૂલ્યું હતું. આ અધિકારીઓએ કાર્યવાહી માટે ગાડી બંધ કરાવી હતી. ચાલકે ગાડી રિવર્સ લઈ આગળ હંકારી હતી. ધમકી આપી હતી. ત્યારે આવા બેફામ બનેલા ખનીજ માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય અને વિસ્તારમાં ચાલતું કામ જે રોયલ્ટી વગર ભરીને જતા ઈશમો સહીત માલિક સુધી કડક કાર્યવાહી ક્યારે હાલતો લોકોની એકજ માંગ કે આવા લુખ્ખા તત્વો સામે કડક અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવું લોકો જણાવી રહ્યા છે.
