પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાથી સાહેબ, પાટણ નાઓએ પાટણ જીલ્લામાં બનેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે શ્રી આર.જી.ઉનાગર, પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.પાટણ નાઓના માર્ગદશન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે મિલ્કત સબંધી અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ સમી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળેલ કે, સમી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧ર૧૭૦૨૯૨૫૦૨૫૭ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ ના કામે તા.૦૯/૦૫/૨૦૨૫ ના રોજ વાઘપુરા ગામેથી ભેંસ જીવ નંગ-૦૧ ની ચોરી થયેલ હોઇ જે ભેંસની ચોરી ધીરૂભાઇ જગાભાઈ ઠાકોર રહે.રાફ઼ તા.સમી જી.પાટણવાળાએ કરેલ હોઇ અને સદરી ઇસમ હાલમાં અંજાર મુકામે હોવાનું જણાઇ આવેલ જેથી સદરી ઇસમને અંજાર મુકામેથી રાઉન્ડઅપ કરી પાટણ એલ.સી.બી. ઓફીસ લાવી પુછપરછ કરતાં આ ચોરી કરેલ ભેંસ તેણે ઇકબાલખાન કાનજીખાન બલોચ, રહે.વૈડ, તા.સમી, જી.પાટણ તથા યાકુબભાઈ ગનીભાઈ વેપારી, રહે. સમી, વેપારીવાસ, તા.સમી, જી.પાટણવાળાઓ મારફતે હાજીમસ્તાન સાલેમહંમદ કુરેશી, રહે.ડીસા, ગવાડી વિસ્તાર, તા.ડીસા, જી.બનાસકાંઠાવાળાને કતલખાને મોકલી આપેલ હોઇ સદરી ચારેય ઇસમોને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી સારુ સમી પો.સ્ટે. ખાતે સોંપવામા આવેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) ધીરૂભાઇ જગાભાઇ ઠાકોર, રહે. રાફુ તા.સમી, જી.પાટણ (ચોરી કરનાર)
(૨) ઈકબાલખાન કાનજીખાન બલોચ, રહે.વેડ તા.સમી, જી.પાટણ (ચોરીનો મુદ્દામાલ ખરીદનાર)
(૩) યાકુબભાઇ ગનીભાઈ વેપારી, રહે. સમી, વેપારીવાસ, તા.સમી, જી.પાટણ (ચોરીનો મુદ્દામાલ ખરીદનાર)
(૪) હાજીમસ્તાન સાલેમહંમદ કુરેશી, રહે.ડીસા, ગવાડી વિસ્તાર, તા.ડીસા, જી.બનાસકાંઠા (ચોરીનો મુદ્દામાલ ખરીદનાર)
ડીટેક્ટ થયેલ ગુનાઓની વિગતઃ-
(૧) સમી પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૧૭૦૨૯૨૫૦૨૫૭ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ
