ભારતદેશમાં હાલ વર્તમાન પરિસ્થિતિ ધ્યાને રાખી રાજય સરકાર દ્રારા ગુજરાત રાજયમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં વિદેશી નાગરીકો શોધી કાઢી જેમના વિરૂધ્ધ અસરકારક કાર્યવાહી કરવા સુચના કરતાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી સા.શ્રી, ગુ.રા. ગાંધીનગર તથા પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાયી સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર. જી. ઉનાગર એલ.સી.બી.પાટણે ટીમ બનાવી કાર્યરત કરેલ જે દરમ્યાન બાતમી હકિકત મળેલ કે, સિધ્ધપુર તાલુકાના દેથળી ગામે એક બાંગ્લાદેશી દંપતિ આવી મજુરી અર્થે રોકાયેલ છે તે હકિકત આધારે પરીણામલક્ષી કાર્યવાહી કરતાં જે જગ્યાએથી (૧) રફીક જલાલ ગુલામ શેખ (મુસ્લીમ) ઉવ.આ.૨૮ (૨) કાજલ વા/ઓ રફીક જલાલ શેખ (મુસ્લીમ) ડો/ઓ અફ્તર સૌબેત શેખ ઉવ.આ.૩૭રહે.બન્ને પુરોલીયા પોસ્ટ ઓફીસ ચાચોડીબજાર જી.નરેલ પોલીસ સ્ટેશન કાલીયા. (બાંગ્લાદેશ) વાળા મળી આવેલ છે.
સદરહું કાર્યવાહીમાં મળી આવેલ ઇસમોની પુછપરછ કરતાં જે પોતાની પાસે પાસપોર્ટ કે, ભારતદેશમાં આવવા અંગેના કાયદેસરના વીઝા નહી હોવાનું જણાવેલ છે. પુરૂષ રફીક જલાલ શેખ સને ૨૦૧૨ ની સાલમાં બાંગ્લાદેશની સતકીરા તથા ભારતદેશની કલકત્તા બોર્ડરથી ગે.કા. રીતે ભારતદેશમાં ઘુસણખોરી કરી પ્રથમ પુના અને ત્યારબાદ મુંબઇ અને જે પછી અમદાવાદ રોકાયેલ અને જે પછી છેલ્લા છ મહિનાથી સિધ્ધપુર તાલુકાના દેથળી ગામે રોકાયેલાની હકિકત જણાવેલ છે. મહિલા કાજલ શેખ અંદાજે સને ર૦૧૦ પહેલાં બાંગ્લાદેશથી નીકાહ કરી તેના પતિ નામે જુનાભાઇ શેખ સાથે બેનાપોલ તથા ભારતદેશની બોનગીરમ બોર્ડરથી ભારતમાં ઘુસણખોરી કરી અમદાવાદ શહેરના જમાલપુર, શાહપુર અને જે પછી મુંબઇ અને જે પછી ફરીવાર અમદાવાદ શાહપુર રોકાયેલા અને તે પછી છેલ્લા પાટણ
સિધ્ધપુર તાલુકાના દેથળી ગામે રોકાયેલાની હકિકત જણાવેલ છે. સદરી મહિલા કાજલ શેખના તેના પતિ જુનાભાઇ શેખ સાથે તલાક થયેલ જેથી સદરહું બન્ને ઇસમોએ સને ૨૦૨૦ ની સાલમાં મુંબઇ ખાતે મૌલાના પાસે લગ્ન કરી જે પતિ, પત્ની તરીકે રહેતાં હોવાનું જણાવેલ છે.
ઉપરોકત બન્ને ઇસમો બાંગ્લાદેશી નાગરીક હોવાનું તપાસમાં ફલીત થયેલ છે તેમજ જે અંગેના તેમના જરૂરી આધાર પુરાવા પણ મળેલ છે. સદરહું ઇસમો બાંગ્લાદેશી નાગરીક હોવા છતાં પોતાના પાસપોર્ટ કે ભારતદેશમાં પ્રવેશ કરવાના કાયદેસરના વિઝા વગર ગેરકાયદેસર રીતે બોર્ડર પસાર કરી ભારતદેશમાં આવી રોકાયેલ હોવાથી જેમની મુવમેન્ટ ઉપર રીસ્ટ્રીકશન કરવાનો ઓર્ડર મેળવી જેમને રીસ્ટ્રીકેશન કરી આગળ જોઇન્ટ ઇન્સ્ટ્રોગેશનની કાર્યવાહી કરી જેમને THE FOREIGNERS ACT, 1946ની જોગવાઇ આધીન પરત બાંગ્લાદેશમાં “departure” ની કાર્યવાહી એલ.સી.બી.પાટણથી હાથ ધરેલ છે.
પકડાયેલ બાંગ્લાદેશી ઇસમોના નામ સરનામાની વિગત:-
(૧) રફીક જલાલ ગુલામ શેખ (મુસ્લીમ) રહે.પુરોલીયા પોસ્ટ ઓફીસ ચાચોડીબજાર જી.નરૈલ પોલીસ સ્ટેશન કાલીયા. (બાંગ્લાદેશ) હાલ રહે.દેથળી તા.સિધ્ધપુર જી.પાટણ
(૨) કાજલ વા/ઓ રફીક જલાલ શેખ (મુસ્લીમ) ડો/ઓ અફ્તર સોબેત શેખ રહે.પુરોલીયા પોસ્ટ ઓફીસ ચાચોડીબજાર જી. નરૈલ પોલીસ સ્ટેશન કાલીયા. (બાંગ્લાદેશ) હાલ રહે. દેથળી તા.સિધ્ધપુર જી.પાટણ
