નશામાં ધૂત કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી, ડ્રાઈવરના પિતા મહેસાણા પોલીસમાં ફરજ બજાવે છે..
ગાડીમાં પોલીસ લખેલી પ્લેટ સહિત ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવી.. અકસ્માતનો લાઈવ વિડિઓ આવ્યો સામે
પાટણ જિલ્લામાં અકસ્માતનો શિલશીલો યથાવત છે ત્યારે ફરી વધુ એક અકસ્માતની ઘટના રાધનપુર હાઈવે પર બની છે.રાધનપુર માં એક આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. કારમાં ડેસબોર્ડ ઉપર પોલીસ નંબર પ્લેટ લખેલ એક કારના ચાલકે રાધનપુર જતા સમય સામેથી આવતા બાઈક ચાલક ને ટક્કર મારી હતી.આ ઘટના દરમિયાન કાર ચાલક થોડા આગળ ના સમય દરમિયાન જ રસ્તા ઉપર કાર જ્યારે ચલાવી રહ્યો હતો એ સમય પાછળથી આવતા કાર ચાલક કે સમગ્ર ઘટનાનો લાઇવ વિડિયો ઉતાર્યો હતો જેમાં જાહેર થાય છે કે કાર ચાલક જે અકસ્માતની ઘટના બની એ પહેલાથી જ રોડ ઉપર આ કાર ચાલક બેફામ અને હાલાક ડોલક આવી રહ્યો હતો. ત્યારે સામેથી આવતા એક બાઈક સવારને ટક્કર મારવાનો પણ પ્રયાસ કર્યો હતો, જો કે, સદભાગ્યે બાઈક ચાલક બચી ગયો હતો. કાર ચાલક દારૂના નશામાં ધૂત હોવાનું ત્યા હાજર લોકો જણાવી રહ્યા હતા.એટલું જ નહીં પરંતુ કારમાંથી ઈંગ્લીસ દારૂની બોટલ પણ મળી આવી હતી.
સ્થાનિક લોકોને કાર ચાલકની હરકતો શંકાસ્પદ જણાતા તેમણે કારનો પીછો કર્યો હતો અને આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો હતો.
કાર તપાસ દરમિયાન તેમાંથી ઈંગ્લીસ દારૂની બોટલ મળી આવી હતી અને અકસ્માત દરમિયાન જોકે સદ્ ભાગ્યે કાર ચાલક નો આબાદ બચાવ થયો હતો.
જયારે લોકોએ કાર ચાલકને પકડીને રાધનપુર પોલીસને સોંપી દીધો હતો.પોલીસ પુત્ર એક તરફ પોલીસ પ્લેટ લખેલી કારમાં સવાર બીજી તરફ દારૂ પીધેલ હાલત સાથેજ કારમાં પણ ઈંગ્લીસ દારૂની બોટલ મળી આવી છે ત્યારે આવા નબીરા સામે કડક અને કાયદેસર ની કાર્યવાહી જરૂરી બની છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
