સિદ્ધપુર-પાલનપુર હાઈવે પર જીઆઇડીસી નજીક સોમવારે બપોરના સમયે એક હ્રદયવિદારક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં નાગવાસણ ગામના પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, નાગવાસણ ગામના રહેવાસી પશાભાઈ પુંજાભાઈ સેનમા અને તેમનો પુત્ર વિજય પશાભાઈ સેનમા બાઈક પર જઈ રહ્યા હતા. ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી સ્વિફ્ટ કાર દ્વારા બાઈકને અડફેટે લેતાં બંનેનો ઘટનાસ્થળે જ ભોગવે અવસાન થયું હતું.
અકસ્માતના તીવ્રતાને જોઈને આસપાસના લોકો એકઠા થયા હતા અને તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જો કે, પિતા અને પુત્રને બચાવી શકાયા નહીં.
કાર ચલાવતા શખ્સે અકસ્માત બાદ જ જાતે જ પોલીસ મથકે હાજરી આપી દીધી છે. હાલમાં પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે અને કાર ચાલકની પૂછપરછ શરૂ કરી છે.
આ ઘટના ફરી એકવાર માર્ગ સલામતી અને ઝડપની અતિશયતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. સ્થાનિકો અને પરિવારે આ દુર્ઘટનાને લઈને ભારે શોક વ્યક્ત કર્યો છે.
પરિવાર માટે આ ઘટના અપૂરણીયા ક્ષતિ છે, અને સમગ્ર નાગવાસણ ગામ શોકમગ્ન બન્યું છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
