આતંકવાદીઓએ કાશ્મીર ના પર્યટક સ્થળ પહેલગાંવ માં ફરવા ગયેલા નિર્દોષ યાત્રીકો પર જીવલેણ હુમલો કરી નિર્મમ હત્યાઓ કરી હતી જેમાં પરીણીત મહિલા ઓ ની સામે સામે તેમના પતિઓ ની આતંકવાદીઓ દ્વારા નિર્મમ હત્યાઓ કરાઈ હતી
જેનો રોષ દેશભરમાં વ્યાપી જતાં ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર દ્વારા ભારત ના જાંબાજ લશ્કરી અધિકારીઓ જવાનો દ્વારા પાકિસ્તાનમાં ધૂસી આતંકીઓ ઠેકાણા અને ટાર્ગેટ કરી દવંશ કરી તિરંગા ની શાન જાળવતાં દેશભર માં તિરંગા યાત્રાઓ થકી લશ્કરી તાકાત નું મનોબળ વધારાઇ રહ્યું છે ત્યારે ચાણસ્મા ખાતે ચાગરમાં તાલુકા શહેર ભાજપ સંગઠન દ્વારા ચાણસ્મા ખાતે તિરંગા યાત્રા યોજાઇ હતી ચાગરમાં સર્કલ થી તિરંગા યાત્રા નો શુભારંભ થયો હતો જે પાંજરાપોળ રોડ મામલતદાર કચેરી રોડ મુખ્ય બજાર ગણપતિ ચોક થઈ સરદાર ચોક ખાતે આવી પહોંચી હતી જ્યાં સભા માં પરિવર્તીત થઈ હતી પૂર્વ કેબીનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવ સહિત મહાનુભાવો ને ભારત સરકાર દ્વારા આતંકી હુમલાનો સિંદુર ઓપરેશન થકી ભારત સરકાર દ્વારા જડબાતોડ જવાબ આપી વિશ્વને ભારતે લશ્કરી તકાત નો પરચો બતાવ્યો છે તે સમય ની ભારત ની કાર્યવાહી ને મજબૂત શબ્દોમાં વ્યક્ત કરી હતી ચાણસ્મા ખાતે યોજાયેલી તિરંગા યાત્રા માં પૂર્વ કેબીનેટ મંત્રી દિલીપ જી ઠાકોર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ બક્ષીપંચ પ્રદેશ મોરચાના આગેવાન વિનય સિંહ ઝાલા સહિત ચાણસ્મા તાલુકા/શહેર ભાજપ ના અગ્રણીઓ કાર્યકરો પોલિશ હોમગાર્ડ જી આર ડી જવાનો નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા
રિપોર્ટર વસંતભાઈ પંચાલ પાટણ
