Patan | કાકોશી પોલીસ સ્ટેશનના ઠાકરાસણ ગામે પ્રાથમીક શાળામાં તેમજ સિધ્ધપુર પો.સ્ટે.ના કનેસરા ગામે પ્રાથમીક શાળામાં થયેલ કોમ્પ્યુટર ચોરીના વણશોધાયેલ ૦૩ ગુના શોધી કાઢી રૂ.૪,૩૭,૫૦૦/- ના મુદ્દામાલ સાથે કુલ ચાર આરોપીઓને પકડી પાડતી એલ.સી.બી પાટણ

પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાથી સાહેબ, પાટણ નાઓએ પાટણ જીલ્લામાં મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા શોધી કાઢવા સારૂ સુચના કરેલ જે સુચના આધારે શ્રી આર.જી.ઉનાગર પો.ઈન્સ. એલ.સી.બી. પાટણ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો પાટણ જીલ્લામાં તેમજ અન્ય જીલ્લાના ઇસમો કે જેઓ મિલકત સબંધી ગુનાઓ આચરવાની ટેવ વાળા હોય તેવા ઇસમો ઉપર હયુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સ દ્વારા વોચ રાખી કામગીરીમાં હતા દરમ્યાન ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, બનાસકાંઠાના સમૌ ગામના કેટલાક ઇસમો ઠાકરાસણ ગામે પ્રાથમીક શાળામાં થયેલ કોમ્પ્યુટર ચોરી તેમજ કનેસરા ગામે પ્રાથમીક શાળામાં થયેલ કોમ્પ્યુટર ચોરીના ગુનાને અંજામ આપેલ છે. જે હકીકત આધારે નીચે જણાવેલ નામવાળા ઇસમોને હસ્તગત કરી એલ.સી.બી કચેરી લાવી ખંતપુર્વક પુછ પરછ કરતાં પોતે સહઆરોપીઓ સાથે મળી ઠાકરાસણ ગામની પ્રાથમીક શાળાની કોમ્યુટર ચોરી તેમજ કનેસરા ગામની પ્રાથમીક શાળામાં બે વખત અલગ-અલગ સમયે થયેલ કોમ્યુટર ચોરી એમ કુલ-૦૩ ગુનાઓ આચરેલાની કબુલાત કરતા હોઇ જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ નીચેની વિગતેનો કુલ કિ.રૂ.૪,૩૭,૫૦૦/- નો કબ્જે કરી પાટણ જીલ્લાના ચોરીના વણશોધાયેલ-૦૩ ગુના શોધી કાઢી આરોપીઓને બી.એન.એસ. એસ કલમ-૩૫(૧)ઇ મુજબ અટક કરી મુદ્દામાલ બી.એન.એ.એસ કલમ-૧૦૬ મુજબ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(૧) જાદવ મુકેશસિંહ વકિલસિંહ રહે-વેળાવાપુરા સમૌ તા.ડીસા જી.બનાસકાંઠા

(૨) જાદવ અર્જુનસિંહ નાનસિંહ રહે-અમરાણીપુરા સમૌ તા.ડીસા જી.બનાસકાંઠા

(3) જાદવ પંકજસિંહ ભારતસિંહ રહે- અમરાણીપુરા સમૌ તા.ડીસા જી.બનાસકાંઠા

(૪) ઠાકોર સુરેશજી ઉર્ફે પપ્પુ દિલીપજી રહે-લાલપુર તા.સિધ્ધપુર જી.પાટણ

પકડવાના બાકી આરોપીઓની વિગતઃ-

(૧) જાદવ જબ્બરસિંહ ભારતસિંહ રહે- અમરાણીપુરા સમૌ તા.ડીસા જી.બનાસકાંઠા

(ર) જાદવ લીલુસિંહ પૃથવીસિંહ રહે-અમરાણીપુરા સમૌ તા.ડીસા જી.બનાસકાંઠા

કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-

(૧) ACER કંપનીના મોનીટર નંગ ૧૭ કિ.રૂ. ૧,૭૩,૦૦૦/-

(૨) ACER કંપનીના સી.પી.યુ. નંગ ૧૫ કિ.રૂ. ૧,૩૪,૦૦૦/-

(3) A&T WEB CAMERA नंग ०३ डि.३.३०००/-

(૪) LG કંપનીનું મોનીટર નંગ ૦ર કિ.રૂ ૪૦૦૦/-

(૫) ZEBRONICS કંપનીનું મોનીટર ૦૧ કિ.રૂ.૨૦૦૦/-

(૬) COMPAQ કંપનીનું મોનીટર કિ.રૂ.૨૦૦૦/-

(૭) WESTON કંપનીનું મોનીટર કિ.રૂ.ર૦૦૦/-

(૮)TECNO કંપનીનું CPU કિ.રૂ.૧૫૦૦/-

(૯) INTEX કંપનીનું CPU કિ.રૂ.૧૦૦૦/-

(૧૦) LENOVO કંપનીનું CPU કિ.રૂ.૨૦,૦૦/-

(૧૧) ACER કંપનીના ૬૫ ઇંચના એલ.ઈ.ડી ૦૨ કિ.રૂ.૨,૦૦,૦૦૦/-

(૧૨) મોબાઇલ નંગ-૪ કિ.રૂ.૨૦,૦૦૦/-

ડીટેક્ટ થયેલ ગુનાઓની વિગતઃ-

(૧) કાકોશી પો. સ્ટે. ગુરનં-૧૧૨૧૭૦૧૪૨૫૦૨૬૭/૨૦૨૫ BNSS-૨૦૨૩ની કલમ ૩૦૫(ઇ), ૩૩૧ વિ. મુજબ

(૨) સિધ્ધપુર પો.સ્ટે. ગુરનં-૧૧૨૧૭૦૩૦૨૪૦૫૧૯/૨૦૨૪ ઇપીકો ક-૪૫૭, ૩૮૦ વિ. મુજબ

(૩) સિધ્ધપુર પો.સ્ટે. ગુરનં-૧૧૨૧૭૦૩૦૨૪૧૧૦૪/૨૦૨૪ BNSS-૨૦૨૩ની કલમ ૩૦૫(એ), ૩૩૧ વિ. મુજબ એમ કુલ કિ.રૂ.૪,૩૭,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.

Leave a Comment

और पढ़ें

Patan | કાકોશી પોલીસ સ્ટેશનના ઠાકરાસણ ગામે પ્રાથમીક શાળામાં તેમજ સિધ્ધપુર પો.સ્ટે.ના કનેસરા ગામે પ્રાથમીક શાળામાં થયેલ કોમ્પ્યુટર ચોરીના વણશોધાયેલ ૦૩ ગુના શોધી કાઢી રૂ.૪,૩૭,૫૦૦/- ના મુદ્દામાલ સાથે કુલ ચાર આરોપીઓને પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | કાકોશી પોલીસ સ્ટેશનના ઠાકરાસણ ગામે પ્રાથમીક શાળામાં તેમજ સિધ્ધપુર પો.સ્ટે.ના કનેસરા ગામે પ્રાથમીક શાળામાં થયેલ કોમ્પ્યુટર ચોરીના વણશોધાયેલ ૦૩ ગુના શોધી કાઢી રૂ.૪,૩૭,૫૦૦/- ના મુદ્દામાલ સાથે કુલ ચાર આરોપીઓને પકડી પાડતી એલ.સી.બી પાટણ