પાટણ નાં હારીજ તાલુકામાં આંગણવાડી કેન્દ્ર હારીજ – ૧૭ , ઘટક – હારીજ બાલક પાલક સર્જન કાર્યક્રમ અંતર્ગત ૩ થી ૬ વર્ષના બાળકો સાથે વાલીઓને સહભાગી કરી બાળકોની પ્રવૃતિ જેવી કે રંગપૂરણી, કાગળનું ચીટકકામ, ગડીકામ જેવી અલગ અલગ પ્રવૃતિ કરી બાળકના સર્વાગી વિકાસમાટે સેટકોમ કાર્યક્રમ, મારી વિકાસયાત્રા, ડીજીટલ કેલેન્ડર જેવી પ્રિ સ્કૂલની તમામ માહિતી આપી. જેમાં ઇન્ચાર્જ સી. ડી. પી. ઓ બેન હેતલબેન દુધરેજીયા, મુખ્ય સેવિકાબેન હસુમતીબેન બારોટ, પીએસઇ નરેન્દ્રભાઇ ચૌધરી તેમજ આંગણવાડી કાર્યકર, વાલીઓ અને બાળકોની હાજરીમાં કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
