September 1, 2025 2:19 am

Patan | રાધનપુર પો.સ્ટે. વિસ્તારમાં મોટર રિવાઇડીંગની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી રૂ.૫,૩૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી પાટણ 

તથા શ્રી વી.કે.નાયી સાહેબ પોલીસ અધિક્ષક પાટણનાઓએ પાટણ જીલ્લામાં મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા શોધી કાઢવા સારૂ સુચના કરેલ જે સુચના આધારે શ્રી આર.જી.ઉનાગર પો.ઈન્સ. એલ.સી.બી. પાટણ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો પાટણ જીલ્લામાં તેમજ અન્ય જીલ્લા ના ઇસમો કે જેઓ મિલકત સબંધી ગુનાઓ આચરવાની ટેવ વાળા હોય તેવા ઇસમો ઉપર હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સ દ્વારા વોચ રાખી કામગીરી માં હતા દરમ્યાન ખાનગી રહે બાતમી હકિકત મળેલ કે, મહેસાણાના પાલાવાસણા ખાતે રહેતાં કેટલાક ઇસમોએ આજથી આશરે છએક માસ પહેલાં રાધનપુર ખાતે મોટર રિવાઇડીંગની દુકાનમાં ચોરી ના ગુનાને અંજામ આપેલ છે.જે હકીકત આધારે નીચે જણાવેલ નામવાળા ઇસમોને હસ્તગત કરી એલ.સી.બી કચેરી લાવી ખંતપુર્વક પુછપરછ કરતાં પોતે સહ આરોપીઓ સાથે મળી રાધનપુર ખાતે ગુરૂકૃપા મોટર રિવાઇડીંગ ની મોટર ના કોપર વાયરની ચોરી કરેલાની કબુલાત કરતા હોઇ જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા ગુન્હા ના કામે વપરાયેલ વાહન મળી નિચેની વિગતેનો કુલ રૂ.૫,૩૨,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી વણશોધાયેલ ચોરીનો ગુન્હો શોધી કાઢી આરોપીઓને બી.એન.એસ.એસ કલમ ૩૫(૧)ઇ મુજબ અટક કરી મુદ્દામાલ બી.એન.એ.એસ કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(૧) અનિલકુમાર બાબુલાલ બારોટ (બ્રહમભટ્ટ) રહે. શીવ રો હાઉસ મકાન નં.૨૦૪ પાલાવાસણા પાસે મહેસાણા તા. જી.મહેસાણા મૂળ રહે.રૂની તા.કાંકરેજ જી.બનાસકાંઠા (ચોરી કરનાર)

(૨) પોપટજી અનુપજી ચૌહાણ(ઠાકોર) રહે. મહેસાણા શીવ રો હાઉસ મકાન નં.૧ર૧ પાલાવાસણા પાસે તા.જી.મહેસાણા મૂળ રહે. વાઘણા તા.સિધ્ધપુર જી.પાટણ (ચોરી કરનાર)

(૩) ધનાભાઇ હરગોવનભાઇ દેવીપુજક(દંતાણી) રહે.ગોઝારીયા પઢારીયાપરૂ તા.જી.મહેસાણા મૂળ રહે. રાવિન્દ્રા તા.હારીજ જી.પાટણ (ચોરીનો મુદ્દામાલ ખરીદનાર)

પકડવાના બાકી આરોપીઓની વિગતઃ-

(૧) રાવળ જગદીશભાઈ લાખાભાઈ રહે.બેરણા તા.હિંમતનગર જી.સાબરકાંઠા (ચોરી કરનાર)

(૨) દેવીપુજક રાહુલભાઇ ભરતભાઇ રહે- ગોઝારીયા તા.જી.પાટણ

કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-

(૧) કોપર વાયર ૪૦ કિ.ગ્રા. કિં.રૂ.૩૨,૦૦૦/-

(૨) ઇકો ગાડી નંબર-GJ.08.DD.1773 કિ.રૂ.૫,૦૦,૦૦૦/-

એમ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૫,૩૨,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે

ડીટેક્ટ થયેલ ગુનાઓની વિગત :-

(૧) રાધનપુર પો.સ્ટે. ગુ.૨.નં-૧૧ર૧૭૦૨૭૨૪૧૨૪૯/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) વિ.મુજબ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ