છેવાડાના ગામો પાણીની સમસ્યા ન અનુભવે એ પ્રકારની વ્યવસ્થા કરવા સૂચન કરતા મંત્રીશ્રી કુંવરજી બાવળીયા
સિંચાઇ અને પીવાના પાણી અંગે આવેલી રજૂઆત અને સૂચનોનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે:- મંત્રીશ્રી કુંવરજી બાવળીયા
આજરોજ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગનાં કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ પાટણ જિલ્લામાં સિંચાઇ અને પુરવઠા વિભાગ હસ્તકના કામોની મુલાકાત લીધી લીધી હતી.
તેમજ પાણી પુરવઠા અન્વયે જિલ્લામાં ચાલી રહેલાં પ્રગતિ હેઠળના કામોનું નિરીક્ષણ કરી વહેલી તકે પૂર્ણ કરવા સૂચન કર્યું હતું. ઉનાળાના દિવસોમાં અંતરિયાળ ગામો સુધી પાણીની વિતરણ વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજરોજ સરસ્વતી તાલુકાના હૈદરપૂરા ગામે સિંચાઇ વિભાગ હસ્તકની જાખા, વાસણી, મેસર અને કાલેડા માઈનોર કેનાલ, પાટણ તાલુકાના હાજીપુર સ્થિત પાણી પુરવઠા હેડ વર્કસ તેમજ GWRDC ના ખોરસમ, માતપુર પાઇપ લાઇન અને પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી.
મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે છેવાડાના ગામ સુધી પાણી ની સમસ્યા ન સર્જાય એ માટે સરકાર કટિબદ્ધ છે. આજે પાટણ જિલ્લામાં સિંચાઇ અને પાણી પુરવઠાની અગાઉ બનેલી યોજનાના સુધારણા કામો, અને પ્રગતિ હેઠળના કામોની મુલાકાત લીધી છે. સ્થાનિક આગેવાનો, ખેડૂતો અને ગ્રામજનો તરફથી આવેલી રજૂઆતો અને સૂચનોને ધ્યાને લઇ વહેલી તકે તેનું નિરાકરણ આવે તેવી વ્યવસ્થા કરવા સૂચન કર્યું છે. માતપુર- ડિન્ડરોલ પાઇપલાઇન માંથી ૪૯ તળાવો ભરવા અને માતપુર – બ્રાહ્મણવાડા પાઇપલાઇનમાંથી ૧૦ તળાવો ભરવા અંગે મળેલી રજૂઆતનું સ્થળ નિરીક્ષણ કરી જવાબદાર અધિકારીઓને આ અંગે વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું.
આ પ્રસંગે પાણી પુરવઠા અને સિંચાઇ વિભાગના અધિકારીશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
