પાટણ શહેરમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે રિક્ષામાં પેસેન્જર બનીને ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. રાજુલા તાલુકાના રહેવાસી એવા બે પુરુષ અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી સોનાની મગમાળા, રોકડ રકમ તથા ગુનામાં ઉપયોગમાં લેવાતી રિક્ષા સહિત કુલ ₹3,21,860 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાયીની સુચના મુજબ મિલકત સંબંધી ગુનાઓ રોકવા માટે ખાસ તપાસ હાથ ધરવામાં આવી હતી. બાતમીના આધારે અધિકારીઓએ સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી જેમાં GJ27U9260 નંબરની રિક્ષા શંકાસ્પદ જણાઈ હતી. હારીજ વિસ્તારમાં કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા.
આ ગેંગ રિક્ષામાં પેસેન્જર બનીને અન્ય મુસાફરો સાથે વિશ્વાસઘાત કરીને રોકડ તથા દાગીના ચોરી કરતી હતી. હાલ પોલીસ દ્વારા વધુ પૂછપરછ ચાલી રહી છે અને શક્ય છે કે વધુ ગુનાઓ પણ સામે આવે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
