May 25, 2025 12:04 pm

Patan | ભીલવણ ગામે અનુસૂચિત જાતિના પીડિત પરિવારોની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત

ભીલવણ ગામે બનેલ અત્યાચારની ઘટનાના સંદર્ભે રાજ્ય સરકારે કડક પગલાં લીધા છે -કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત

કોઈપણ પ્રકારની ચિંતા કરતા નહિ સરકાર તમારી સાથે છે -કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત

કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે સરસ્વતી તાલુકાના ભીલવણ ગામમાં મકવાણા અમૃતભાઈની દીકરીના લગ્ન પ્રસંગે ડીજે વગાડવાના મામલે અત્યાચારની જે ઘટના બની હતી તેના સંદર્ભે પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી. જ્યાં કેબિનેટ મંત્રીશ્રી પીડિત પરિવારોને મળીને તેમની સાથે બનેલા દુઃખમાં સહભાગી બન્યા હતા. અને પરિવાર સાથે સંવાદ કર્યો હતો; અને ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટના ના બને તે માટેની ખાતરી સાથે હુંફ આપી હતી.

આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી રાજપૂતે જણાવ્યું હતું કે, ભીલવણ ગામે જે બનાવ બન્યો છે એ અત્યંત દુઃખદ છે. આપણી વર્ષોની પરંપરા રહી છે કે સુખ દુઃખના પ્રસંગે એકત્ર થઈ અને એકબીજાની મદદ કરવી. પરંતુ અહીં ભીલણ ગામે પીડિત પરિવારે લગ્નના પ્રસંગે ડીજે વગાડવા મામલે જે અત્યાચારની ઘટના બની તેના અનુસંધાને રાજ્ય સરકારે કડક પગલાં લીધા છે. ગુનેગારોને છોડવામાં આવશે નહિ. રાજ્ય સરકાર પીડિત પરિવારની સાથે છે. સાથે રાજ્ય સરકારની યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવશે. પરિવારને ખાત્રી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે હતી કે કોઈપણ પ્રકારની ચિંતા કરતા નહિ સરકાર તમારી સાથે છે.

આ પ્રસંગે પાટણ નગરપાલિકા પ્રમુખશ્રી હિરલબેન પરમાર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાનુમતીબેન મકવાણા, સંગઠનના સદસ્યશ્રી નંદાજી ઠાકોર, જશુભાઈ, શ્રી બલદેવ દેસાઈ, સામાજિક અગ્રણીઓ, ગામના આગેવાનો વગેરે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

ભારત સંચાર નિગમ લિમિટેડ, મહેસાણા બિઝનેસ એરિયા દ્વારા આયોજિત દૂરસંચાર સલાહકાર સમિતિની આજની બેઠકમાં સર્કિટ હાઉસ, મહેસાણા ખાતે સાંસદ શ્રી હરિભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મહેસાણા,પાટણ તથા હિમ્મતનગર દૂરસંચાર સલાહકાર સમિતિના 20 સભ્યોએ ભાગ લીધો.

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

ભારત સંચાર નિગમ લિમિટેડ, મહેસાણા બિઝનેસ એરિયા દ્વારા આયોજિત દૂરસંચાર સલાહકાર સમિતિની આજની બેઠકમાં સર્કિટ હાઉસ, મહેસાણા ખાતે સાંસદ શ્રી હરિભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મહેસાણા,પાટણ તથા હિમ્મતનગર દૂરસંચાર સલાહકાર સમિતિના 20 સભ્યોએ ભાગ લીધો.